અનલોક 1 અને 2 પછી શહેરમાં સતત કોરોના(corona)ના કેસો વધી રહ્યાં છે. રાજકોટમાં પાલિકા(Rajkot municipal corporation)ના તમામ પ્રયાસો છતાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. જેને લઇ હવે સરકારી તંત્ર કોરોનાથી થતા મૃત્યુના આંકડા(death Toll) કંટ્રોલ કરી રહ્યાના નિર્દેશ મળ્યા છે. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાથી થતી મોતોના આંકડા જાહેર કરવાનું બંધ કર્યું છે.
સૂત્રો દ્વારા માહિતી મુજબ સરકારની સૂચના મૂજબ હવે કોરોનાના દર્દીનું મૃત્યુ થાય એટલે તબીબોની ડેથ ઓડિટ કમિટિ તેનું કારણ ચકાસશે અને અન્ય કારણથી મૃત્યુ થયું કે નહીં તે જોઈને જાહેર કરે તે જ કોરોનાથી મૃત્યુ થયાનું ગણાશે.
આ કારણની ચકાસણી થશે
જે કોરોનાના દર્દીઓને અન્ય બીજી કોઈ બીમારી હોય તેઓની મૃત્યુ વધારે થઇ રહી છે. જેવી કે ડાયાબીટીસ, બી.પી. વગેરે જેવી ગંભીર બીમારી વધુ મૃત્યુનું કારણ છે. ત્યારે આ મૃત્યુ કોરોનાથી થયેલ મૃત્યુને બદલે અન્ય કોઈ ગંભીર બીમારીથી થયેલ મૃત્યુ ગણવામાં આવશે. જો કે તેઓની અંતિમ ક્રિયા તો કોરોનાથી મૃત્યુ થયું હોવાનું ગણીને જ કરવામાં આવશે. ત્યારે હવે રાજકોટમાં મૃત્યુઆંક જાહેર ન કરવાના સૂચનો અપાયા છે.
દિવસમાં એક જ વખત આંકડા જાહેર કરાશે
રાજકોટ પાલિકા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા એક જ વખત જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે બીજી તરફ, રાજકોટમાં જ એક તરફ પાલિકા કોરોનાના દર્દીના નામ,સરનામા સહિત પૂરી વિગતો જાહેર કરતી રહે છે પરંતુ, રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ દર્દીના નામ જાહેર કરાતા નથી.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છતાં હજુ સુધી આટલા ગામડાઓમાં પ્રવેશ્યો પણ નથી
