નસ્લીય ભેદભાવના વિરુદ્ધ અમેરિકા(America) સહિત દુનિયાભરમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે યુનિલીવર(Uniliver) કંપની પોતાની સૌંદર્ય ઉત્પાદન ‘ફેર એન્ડ લવલી'(Fair & Lovely) નામ બદલવા જઈ રહી છે. યુનિલિવર કંપની માત્ર ફેયર એન્ડ લવલી બ્રેન્ડથી જ ભારતમાં વાર્ષિક 50 કરોડ ડોલરથી વધી વ્યાપાર કરે છે. દુનિયાભરમાં અશ્વેતો વિરુદ્ધ ભેદભાવ રોકવાના ઝુંબેશ(Black lives matter) વચ્ચે ગોરા કલરને પ્રોત્સાહન આપતી ક્રીમને લઈને પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
ફેર, વ્હાઇટનિંગ અને લાઇટિંગ જેવા શબ્દો હટાવી લેશે
યુનિલિવર કંપનીએ કહ્યું છે કે તેઓ તેમની બેન્ડની પેકેજીંગથી ફેર, વ્હાઇટનિંગ અને લાઇટિંગ જેવા શબ્દો હટાવી લેશે. એ ઉપરાંત, વિજ્ઞાપનો અને પ્રચાર સામગ્રીમાં બધા કલરની મહિલાઓને જગ્યા આપવામાં આવશે। ભારત ઉપરાંત આ ક્રીમ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, પાકિસ્તાન અને એશિયાના ઘણા દેશોમાં વેચાય છે.
આ કારણે લીધો નિર્ણય
અમેરિકામાં એક અશ્વેત જોર્જ ફ્લોયડની મોત પછી આખી દુનિયામાં નસ્લીય માનસિકતાને લઇ વિરોધ થઇ રહ્યો છે. બધી જગ્યાએ ‘બ્લેક લીવ મેટર’ જેવી મુમેન્ટ ચલાવવામાં આવી રહી છે. આ જ અઠવાડીએ ‘જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કહ્યું હતું કે તે સ્કિન વ્હાઇટનિંગના વેપારમાંથી હટી રહી છે. એમાં ભારતમાં ક્લીન એન્ડ ક્લિયર ફેયનેસ બ્રેન્ડ અને એશિયામાં ન્યુટ્રૉઝનના ફાઈન ફેયરનેસ લાઈન જેવા ઉત્પાદન પણ સામેલ છે.
યુનિલિવર બ્યુટી એન્ડ પર્સનલ કેર ડિવિઝનના અધ્યક્ષ સની જૈનએ કહ્યું, ‘અમે એ વાતને સમજીએ છીએ કે ફેર, વ્હાઇટ અને લાઈટ જેવા શબ્દ સુંદરતાની એકપક્ષીય પરિભાશા ને જાહેર કરે છે જે સારું નથી. અમે એને સુધારવા માંગીએ છીએ.’
આ પણ વાંચો : ‘Boycott china’ના ભયથી આ ચીની સમાર્ટફોન કંપનીએ પોતાની સ્ટોર પર લગાવ્યું ‘મેડ ઈન ઇન્ડિયા’ના લોગો
