LoC પર વધતા તનાવને જોઈને નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર અને કલમ 370 ને લઈને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મોદી સરકારે તેમના આ નવા નિર્ણયમાં જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો છે. આના સિવાય લદ્દાખને પણ જમ્મુ કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે.
ધરતી પર સ્વર્ગ કહેવાતા કાશ્મીરને જોવા માટે દુનિયાભરથી લોકો દર વર્ષે અહીં આવે છે. પરંતુ કાશ્મીરની ખૂબસુરત પર્વતો અને દ્રશ્ય ઉપરાંત અહીં 5 એવી વસ્તુ છે જે કાશ્મીરને ખરેખર ખૂબસુરત બનાવે છે. આવો જાણીએ આખરે શું છે એ 5 વસ્તુ જેને મેળવાની ઈચ્છા દુનિયાના તમામ લોકો કરે છે.
પશ્મીના શાલ
કશ્મીરી પશ્મીના શાલ વ્યક્તિ માટે લક્ઝરીની નિશાની છે. ઓરિજનલ પશ્મીના શાલ ખૂબ જ મુલાયમ અને વજનમા હલકી લાગે છે. પશ્મીના અસલમાં કાશ્મીરના લદ્દાખમાં ચાંગથાન્ગમા મળી આવે છે. જે ચાંગરા બકરીઓના ઉનથી બને છે. જે દરિયાથી 14,000 ફૂટની ઊંચાઈ પર મળી આવે છે.
જમ્મુ-કાશ્મીરની કલા અને શિલ્પ
જમ્મુ-કાશ્મીરની કલા અને શિલ્પ ખુબ જ ઉત્તમ કોટિનું માનવામાં આવે છે. અહીંના ગુંથેલા કાલીન, ગાલીચા, ઊની શાલ, માટીના વાસણ અને કુર્તાને ખુબ જ સારી રીતે ગૂંથવામાં આવે છે.
શિકારા
અહીં ખૂબસૂરત લાકડીની હોડી બનાવવામાં આવે છે, જેને ખાસ રીતે શણગારવામાં આવે છે. કાશ્મીરની પારંપરિક ભાષામા ‘શિકારા’ કહેવામા આવે છે. ડાલ સરોવરામાં પ્રવાસીઓ દૂર દૂરથી આ શિકારામા બેસવા માટે અહીં આવે છે.
કાશ્મીરી સંગીત
જમ્મુ-કાશ્મીરમા સંગીતને સુફિયાના કલમ કહેવામાં આવે છે. ઇસ્લામના આગમન પછી, કાશ્મીરી સંગીત ઈરાની સંગીતથી પ્રભાવિત થયું હતું. કહેવામાં આવે છે કે કાશ્મીરમાં ઉપયોગ થતા સંગીત વાદ્યંત્રનો આવિષ્કાર ઈરાનમા થયો હતો. રબાબ કાશ્મીરનું લોકપ્રિય સંગીત છે. જયારે રૂફ એક પારંપરિક નૃત્ય છે જે કાશ્મીર ક્ષેત્રની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીરના વ્યંજન
રોગન જોશ, યોગર્ટ લેમ્બ કરી, કાશ્મીરી પુલાવ કાશ્મીરની ખાસ ડીશોમાથી એક છે. રોગન જોશને મીટની સાથે તળેલી ડુંગળી, મસાલો અને દહીં નાખીને બનાવવામાં આવે છે. રોગન જોશમા કાશ્મીરી મરચું નાખવાથી આનો રંગ જોવામાં લાલ હોય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.