માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર માટે બુધવારની રાત ઘણા ભયજનક રહી હતી. બરાક ઓબામા, બિલ ગેટ્સ સહિત દુનિયાના અનેક દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી ટ્વિટરે અમુક કલાકો સી બ્લૂ ટીકવાળા એકાઉન્ટ્સને લિમિટ કરી દીધા હતા, મતલબ એ લોકો ટ્વિટ કરી શકે નહીં. એકાઉન્ટ હેક કર્યા પછી ટ્વિટ કરીને હેકર્સે બિટકોઈનના રૂપમાં લોકો પાસે પૈસા માંગ્યા હતા. પરંતુ આ મુશ્કેલીને હાલમાં દુર કરી દેવામાં આવી છે.
કોના એકાઉન્ટ થયા હેક, શું ટ્વિટ કર્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, એમેઝોનના માલિક જેફ બેજોસ, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન, માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ સહિત અનેક દિગ્ગજોના અકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા અને દરેકના એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં તમે બિટકોઈન દ્વારા અમને પૈસા મોકલો અને અમે તેના ડબલ કરીને આપીશું તેવું લખવામાં આવ્યું હતું.

બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે કોઈ મને કહી રહ્યું છે કે આ સમય સમાજને તેના પૈસા પાછા આપવાનો છે. માટે હું કહેવા માગું છું કે આગામી 30 મિનિટમાં મને જે પેમેન્ટ કરશે તેમને હું બેગણું પાછું આપીશ. તમે મને 1000 ડોલરના બિટકોઈન મોકલો હું તમને 2000 ડોલર પાછા આપીશ.

કોને નુકસાન થયું
આટલા મોટા લોકોના ટ્વિટર એકાઉન્ટ પર આવી ટ્વિટ થયેલી જોઈને લોકો થોડા હેરાન જરૂર થઈ ગયા હતા. સાયબર સિક્યોરિટી હેડ અલ્પેરોવિચનું કહેવું છે કે, સામાન્ય લોકોને થોડુ નુકસાન થયું છે. આ ટ્વિટ કરવાના થોડા સમયની અંદર હેકર્સે આશરે 300 લોકો પાસેથી 1 લાખ 10 હજાર ડોલરના બિટકોઈન મેળવી લીધા હતા.
