દર વર્ષે ખેડૂતો પોતાની 63,000 કરોડ જેટલી ઉપજ વેચી શકતા નથી એટલે કે દેશની તિજોરીને આટલી મોટી રકમની ખોટ જતી હતી. કેન્દ્ર સરકાર ધારે તો આ નુકસાન થતું રોકી શકે છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે રચાયેલી દલવાઇ તપાસ સમિતિએ આ વાત કરી હતી.
ઉપજ ન વેચાવાથી ખેડૂતોને 63,000 કરોડનું નુકસાન
સમિતિએ કહ્યું હતું કે સહેલાઇથી બગડી જાય એવાં શાકભાજી અને ફળોના ઉત્પાદન પાછળ કરેલી મહેનત અને ખર્ચ આ શાકભાજી અને ફળો વેચાય નહીં ત્યારે ફોગટ જતાં હતાં. શાકભાજી અને ફળો ન વેચાવા પાછળ ઘણાં કારણ હતાં. આ ઉપજ ન વેચાવાથી ખેડૂતોને 63,000 કરોડનું નુકસાન થતું હતું.

પૂરતાં કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ નથી
દલવાઇ સમિતિએ જણાવ્યું હતું કે દેશભરમાં કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવા પાછળ જેટલો ખર્ચ થવાની શક્યતા હતી એટલી રકમનું તો ખેડૂતોને દર વરસે નુકસાન થતું હતું. ફળો અને શાકભાજી સાચવવા માટે દેશમાં પૂરતાં કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ નથી. બીજી બાજુ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર નબળું હતું. મોટા ભાગના કોલ્ડ સ્ટેારેજ ખેતરો અને ફળોના બગીચાઓથી ખાસ્સા દૂર હતાં.
દલવાઇ સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે દર વરસે લગભગ 34 ટકા ફળો અને 44.6 ટકા શાકભાજી તથા 40 ટકા ફળો પ્લસ શાકભાજીનો જેટલો આર્થિક લાભ ઉત્પાદકોને મળવો જોઇએ એટલે મળતો નથી.
આ કારણે થાય છે ખેડૂતોને નુકસાન

2020ના સપ્ટેંબરની 23મીએ સંસદમાં અપાયેલી માહિતી મુજબ દેશમાં આઠ હજાર 186 કોલ્ટ સ્ટોરેજ હતા જેની કુલ સંગ્રહ ક્ષમતા 374. 26 લાખ ટનની હતી. આમ છતાં આ કોલ્ડ સ્ટોરેજનો પૂરતો લાભ ખેડુતોને મળતો નથી. આ કોલ્ડ સ્ટોરેજ સુધી ખેડૂતોની ઉપજ પહોંચતી નથી અને બગડી જાય છે એટલે ફેંકી દેવાની ફરજ પડતી હતી. દલવાઇ સમિતિએ જણાવ્યું હતું કે પેકિંગ હાઉસ, રિફર ટ્રક, કોલ્ડ સ્ટોરેજ અને લણણી કે કાપણીનાં કેન્દ્રો વચ્ચે કોઇ સંકલન નહોતું એટલે ખેડૂતોને નુકસાન સહેવાની ફરજ પડતી હતી.
સમિતિના સૂચન મુજબ 89,375 કરોડ રૂપિયાના મૂડીરોકાણથી આખુંય નેટવર્ક તૈયાર કરીને ખેડૂતોને એનો લાભ આપી શકાય એમ હતું. આમ થાય તો ખેડૂતોને દર વર્ષે જે 63,000 કરોડનું નુકસાન થાય છે એ ન થાય અને દેશના અર્થતંત્રને નોંધનીય ટેકો મળે.
આ પણ વાંચો : સુરત શહેર અને જિલ્લામાં દર કલાકે નોંધાય રહ્યા આટલાં કેસ…
