રાજ્ય સરકારે ખરીદી અંગે ગણોત કાયદામાં ઘણા ફેરફાર કર્યા છે. જે મુજબ શૈક્ષણિક હેતુસર જમીન ખરીદવા જિલ્લા કલેક્ટરની પરવાનગી નહિ લેવી પડે. તેમજ મહેસૂલી કાયદાઓની જોગવાઈઓમાં પણ સુધારા કર્યા છે. રાજ્યમાં ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા સુધારા કરવામાં આવ્યાં છે. ત્યારે ગણોત ધારામાં સુધારાને લઇને વિરોધના સૂર ઉઠ્યા છે.બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીને ખેડૂતોએ પત્ર લખી બિલ્ડરો, જમીન માફિયાઓને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે.
શૈક્ષણિક હેતુ માટે જમીન ખરીદવા કલેકટરની મંજૂરી નહિ લેવી પડે
સરકારના નવા ગણોત કાયદા મુજબ કૃષિ-પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ માટે ખેતી જમીન લઈ શકાશે. ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુ માટે જમીનની પૂર્વ મંજૂરી જરૂરી નથી. કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની તકો વધારવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે.
10% પ્રીમિયમ 60 દિવસમાં ભરવાનું રહેશે
બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ પ્રમાણપત્રો મેળવી નિયત સમયમાં પ્રોજેકટની કામગીરી શરૂ કરી શકાશે. અગાઉ ખેતી જમીન ખરીદવા કલેકટરની મંજૂરી ફરજિયાત હતી. બિન ખેડૂત સંસ્થા કે વ્યક્તિઓએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડતું હતું. ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન સહિતની પરવાનગી માટે વિલંબ થતો હતો. આ વ્યવહારમાં જંત્રીની 10 ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે. દેવા વસુલી, NCLT, લીકવીડેટર, હરાજી હુકમના 60 દિવસમાં જંત્રી ભરી શકાશે. જંત્રીના ફકત 10 ટકા પ્રિમીયમ 60 દિવસમાં ભરવાનું રહેશે.
આ પણ વાંચો : શું સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા છે ગોટાળા ? પિતા અને વકીલે લગાવ્યા ગંભીર આરોપ
