વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે બુલેટ ટ્રેન લાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ માટે, દ. ગુજરાતના ખેડૂતો સરકાર સામે લડીને થાક્યા તો હવે જાપાન પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંપની વિરુદ્ધ ફરિયાદ કરશે.

જાપાનની કોર્ટમાં થશે ફરિયાદ
પોતાની જમીનને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જાપાનની કંપની ઉપર દબાણ લાવવા જાપાનની કોર્ટમાં જશે. તેમણે જાપાનની કોર્ટમાં કેસ તૈયારી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં, જમીન અધિગ્રહણનું કાર્ય 40% જ પૂરું થયું હોવાનું ખેડૂત સમાજ ગુજરાતનું કહેવું છે. ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની જમીન સંપાદન માટેની અરજી પિટિશનો ફગાવી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતોની 123 પિટિશનો ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કરેલો છે એ કરવાનો એમને અધિકાર છે. ખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે પણ સરકારે ચૂકવેલ વળતરને યોગ્ય પણ ગણાવ્યું છે.

હાઇકોર્ટએ આપ્યો જવાબ
આ અંગે જણાવ્યું છે કે, જો ખેડૂતોને મળતા વળતરથી સંતોષ ન હોય તો ભૂતકાળમાં રાજ્યમાં હાઈ-વે અને એક્સપ્રેસ હાઇ-વે નિર્માણમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલા વળતરને આધારે તેઓ રજૂઆત કરી શકે છે. હાઇકોર્ટે ખેડૂતોના પ્રોજેક્ટના સોશિયલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટનો મુદ્દો પણ હાઈકોર્ટે ફગાવી ને કહ્યું કે, એ થયું નથી પંરતુ ઝીકાની ગાઇડલાઇન મુજબ જે સરવે થયો છે તે વાજબી છે. ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે ચુકાદા આપી પ્રોજેક્ટ આગળ વધારવા લીલી ઝંડી આપી છે.
આ પણ વાંચો : હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડવાના કોઈ સંકેતો નથી
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન સામે ગુજરાત સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. આ મામલે 1,000 ખેડૂતોએ એકસાથે મળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમજ હાઈકોર્ટમાં અલગ અલગ 123 પિટિશનો દાખલ થઈ હતી.
