નવરાત્રીમાં યુવાધન મનમુકીને નવરાત્રીની મજા માણતા હોઈ છે. ત્યારે નવે નવ દિવસ છોકરીઓ અલગ અલગ પ્રકારની ચણીયાચોળી પહેરી પંડાલમાં ગરબા-રાશ રમવા જાય છે પરંતુ હવે તો યુવાનો પણ નવરાત્રીના સમયમાં અલગ અલગ પ્રકારના ડ્રેસ, છત્રીઓ અને લટકણ પહેરે છે. આજકાલ અનેક છોકરાઓ ખાસ નવરાત્રી માટે 5 થી 10 હજારના ડ્રેસ તૈયાર કરાવે છે. એટલું જ નહીં આવા અલગ અલગ સ્ટાઇલના કેડિયા અને સાફા તથા લટકણ સાથે જ્યારે આ છોકરાઓ નવરાત્રીના ગરબામાં એન્ટ્રી મારે છે ધણીવાર તો આ કપડાનું વજન જ 7 થી 8 કિલો જેટલું હોય છે. તેમ છતાં શોખીન લોકો આ બધા સાથે પૂર જોશથી અને પૂરી સ્ટાઇલથી ગરબા રમે છે.
છોકરાઓમાં નવરાત્રી માટે શું ટ્રેન્ડમાં
રેડિયન્ટ કલર છોકરીઓની જેમ જ છોકરાઓમાં પણ રેડિયન્ટ કલરની ભારે માંગ છે. રાતના ચમકે તેવા ફ્લોશન કલર પસંદ કરે છે સોનેરી કે રૂપેરી તોઇના વર્ક વાળા સાફા, અને ઉનના ફૂમતાના લટકણ લગાવે છે.
કેડ પટ્ટો કેડ પટ્ટો પણ પુરુષોના લૂકમાં એક અલગ નીખાર આપે છે. કેડ કે ધોતીની સાઇડમાં આભલા, ટીલડી અને ફૂમતા તથા કોડી સાથે જે કેડ પટ્ટાઓ છોકરીઓના ડ્રેસને મસ્ત જમાવટ આપે છે.
પેચ વર્કે, કોટી ને પાધડી વળી રબારી વર્કથી ભરેલા વિવિધ પેચવર્ક વાળા કપડા, મિરર વર્ક વાળી કોટી અને ફૂમતા વાળી પાધડીઓ પુરુષોના ડ્રેસિંગને ચાર ચાંદ લગાવે છે.
હાથ પગના પોચિંયા છોકરાઓને આમ તો છોકરીઓની જેમ ખાસ એસેસરી નથી હોતી પણ વર્ક વાળા હાથ અને પગની મોજડી પર લગાવવામાં આવતા આવા પોચિયા પણ છોકરીઓમાં ભારે પોપ્યુલર છે.
રબારી, દેશી વર્કના કેડિયા છોકરાઓની નવરાત્રી ફેશનથી ભાગ્યે જ જશે. હવે વર્ક વાળા કેડિયા અને તેની પર હેવી પેચ વર્કનો પટ્ટો હંમેશા તેમના ડ્રેસિંગને આકર્ષક લૂક આપે છે.