ફીફા વર્લ્ડકપ 2022 કતારના દોહામાં રમાવાનો છે જેને લઇ કતારના કેપિટલને ગ્રીન ઝોનમાં ફેરવાઈ રહ્યું છે. દોહાને ગ્રીન ઝોન બનાવવા માટે ગુજરાતના બિલિમોરા નજીક ગણદેવી રોડ પર આવેલા અંભેઠા ગામમાં સમીર વાશીના ફાર્મ સમીર ફાર્મને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે, આ નસર્રીમાંથી વૃક્ષો, છોડ, ઝાડ-પાન જશે, અંભેટામાંથી પીપળો, વડ અને કરંજ જેવા વૃક્ષો લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષો દોહામાં રોપવા માટે એક્સપોર્ટ કરવામાં આવશે. દોહામાં 134 સ્ક્વેર કિમી વિસ્તારને હરિયાળો બનાવવા માટે ભારતમાંથી વૃક્ષો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

કોને આપ્યો કોન્ટ્રાકટ
દોહામાં એક પ્રાઈવેટ કંપની આ પ્રોજેક્ટ માટે અંભેઠામાંથી સમીર ફાર્મને કોન્ટ્રાકટ આપ્યો છે. દોહાનું વાતાવરણ આપણી ઉષ્ણકટિબંધિય સ્થિતિની જેમ ગરમ અને ભેજવાળું છે ને આ વૃક્ષો ત્યાં સફળતાપૂર્વક રોપી શકાશે અને વિકસાવી શકાશે. વૃક્ષો ઉપરાંત શાકભાજીના છોડ પણ લઈ જવાશે। રણને હરિયાળા વિસ્તારમાં ફેરવવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે અને ભારતના કેટલાક છોડ ત્યાં પહોંચી પણ ગયા છે.
2022માં યોજાશે 22મો ફીફા વર્લ્ડકપ

દોહાને 22મો ફીફા વર્લ્ડકપ હોસ્ટ કરી રહ્યું છે. આ વર્લ્ડ કપમાં 32 ટીમો ભાગ લેશે અને 64 મેચો રમાશે. આ વર્લ્ડ કપને નિહાળવા મોટી સંખ્યામાં વિદેશીઓ આવશે. માટે હોટલો, નવા રોડ અને સ્ટેડિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
બુર્ઝ ખલિફામાં પણ ગુજરાતના વૃક્ષો

અગાઉ સમિર ફાર્મમાંથી દુબઈમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલિફા, પાલ્મ જમૈરાહ અને અબુધાબીમાં આવેલ નુરાઈ ટાપુ માટે પણ વૃક્ષો અને છોડ સપ્લાય કરવામાં આવ્યા હતા.
