બોક્સ ઓફિસ પર ક્લેશ પહેલા જ ‘બાલા’ અને ‘ઉજડા ચમન’ના મેકર્સ કોપીરાઇટ્સના મામલે લડાઈની તૈયારીમાં છે. કારણ કે સની સિંહ સ્ટારર ફિલ્મ ઉજડા ચમન 2017માં આવેલી કન્નડ ફિલ્મ Ondu Motteya Katheની ઓફિસિયલ રીમેક છે. ઉજડા ચમનના ટ્રેલરને પણ પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. મેકર્સએ પણ એની માર્કેટિંગ ગંજા લીડ એક્ટરની પહેલી ફિલ્મના આધારે કરી છે.

જ્યાં ઉજડા ચમન 8 નવેમ્બરે રીલીઝ થવા જઈ રહી છે. આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ બાલા 15 એ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં પણ હીરોને બાલ વગરનો બતાવ્યો છે. 10 ઓક્ટોબરે બાલાના મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને જેની રિલીઝ ડેટ 7 નવેમ્બર જાહેર કરી દીધી જે ઉજડા ચમનની રિલીઝ ડેટ થી એક દિવસ પહેલા છે. સ્વાભાવિક છે ઉજડા ચમનના મેકર્સ કુમાર મંગલ અને અભિષેક પાઠકને ઘણો ગુસ્સો આવ્યો હશે.

કુમાર મંગલે અચાનક થયેલા આ બદલાવને ‘અનેથેટિક અને ખોટા’ ગણાવ્યા. એમના પુત્ર અભિષેક પાઠક જે આ ફિલ્મથી ડાઈરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, મને વિશ્વાશ છે કે સારી સ્ટોરીને વધારેમાં વધારે લોકોએ જોવું જોઈએ. મારી કંપની પેનોરોમાં સ્ટુડિઓઝ હંમેશા આ પ્રકારની જ વાર્તા શોધે છે. અલોન અને દ્રશ્યમ અમારી ઓફિશિયલ રીમેક હતી.
અમે Ondu Motteya Katheના રાઇટ્સ 2018માં ખરીદ્યા હતા. જેનાથી સાફ હતું કે એક વર્ષમાં આપણું વર્ઝન રિલીઝ કરીશું. મારી ટીમએ 8 નવેમ્બર ડેટ રાખવાની સલાહ આપી અને અમારી કંપની તૈયાર થઇ ગઈ. એનાથી અલગ બાલાની ટીમે 22 નવેમ્બર, 15 નવેમ્બર પછી 7 નવેમ્બર તારીખ બદલી નાખી. જે અમારી ફિલ્મથી એક દિવસ આગળ છે. ખબર નથી એનાથી શું ફાયદો થશે, મને લાગે છે એનાથી બંને ફિલ્મો અને ઇન્ડસ્ટ્રીને મોટું નુકશાન થશે