સુરતમાં ભારે વરસાદ(Surat Heavy Rain)ને પગલે ઉકાઈ ડેમ(Ukai dam)માં 2 લાખથી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ હતી. જેને લઇ પાલિકા(Surat Municipal Corporation) દ્વારા 14 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા(Water Release)નું શરુ કરાયું હતું જે 25 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી એટલે સતત 12 દિવસ પાણી છોડાયા પછી ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. હાલ ત્રણ હાઇડ્રોમાંથી 17,918 ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખી રૂલ લેવલથી ત્રણ ફૂટ નીચી ગયેલી સપાટી ફરી ઉપર લાવવાની કામગીરી શરૂ કરી છે. સવારે 8 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 334.07 ફૂટ, આવક 75,599 ક્યૂસેક અને જાવક 17,918 ક્યૂસેક નોંધાઇ છે. ઉકાઇ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ અને ભયજનક લેવલ 345 ફૂટ છે.
12 દિવસમાં 1.76 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાયું

છેલ્લા 12 દિવસમાં ઉકાઈ ડેમમાંથી 1.76 લાખ ક્યૂસેક સુધી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો હતો અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા 24 કલાકમાં રેઇનગેજ સ્ટેશનમાં વરસાદે વિરામ લીધો છે. જેને લઇ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઘટીને 75 હજાર ક્યૂસેક થઇ ગયો છે. તેમજ આગામી દિવસમાં વરસાદની સ્થિતિ અને પાણીની આવક ઘટતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. હથનુર ડેમમાંથી પાણી છોડવાનું પણ ઘટાડી દીધું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદે બદલી ચાલ, હવે દક્ષિણ ગુજરાત નહીં પણ આ વિસ્તારમાં નોંધાયો 200 ટકાથી વધુ વરસાદ
સુરતમાં પાંચ વર્ષ ચાલે એટલું ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયું છે. વર્ષે શહેરની 55 લાખની વસ્તી માટે 400 એમસીએમ (મિલિયન ક્યુબિક પર મીટર) અને હજીરાના ઉદ્યોગોને 150 એમસીએમ મળી વર્ષે 550 એમસીએમ પાણીની જરૂરિયાત હોઇ છે. જેની સામે અત્યાર સુધીમાં ઉકાઇ ડેમમાંથી 2758 એમસીએમ પાણી તબક્કાવાર છોડાયું છે.
આ પણ વાંચો : શા માટે આટલા ઝડપથી ભારતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ ? ICMRએ જણાવ્યું કારણ
