આજે જી.એસ.ટી. કાઉન્સિલની મીટિંગ થવા જઈ રહી છે. જે પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને મોટી જાહેરાતો કરી. કંપનીઓની ફરિયાદો, સમસ્યાઓ અને આર્થિક મંદીના માહોલનો નિકાલ લાવા માટે તેમને થોડા મોટા એલાન કર્યા છે જેનાથી આશા કરવામાં રહી છે કે મોટા ઉદ્યોગોને રાહત થશે.
નિર્મલા સીતારમણે ઉદ્યોગો દ્વારા ચુકવવામાં આવતા કોર્પોરેટ ઈન્ક્મટેક્સને ઘટાડવાની જાહેરાત કરી. અને જણાવ્યું કે 1 ઓક્ટોબર પછી નવા નિર્માણ એકમોને 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. એમાં સરચાર્જ જોડવામાં આવે તો 17.01 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. સરકારે ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30 ટાકા થી ઘટાડીને 22 ટકા કર્યો છે. 31 માર્ચ 2023 સુધી છૂટ હશે અને ત્યાર 22 ટકા પછી સરચાર્ચ જોડીને 25.17 ટકા થશે.
ઘણી કંપની શેર માર્કેટમાં શેર ખરીદી પોતાના વ્યાપારને આગળ વધારવા ઉપરાંત પોતાના જ શેર ખરીદવા તેમણે કંપનીને ટેક્સ ચુકવવા પડતાં હોય છે તે માટે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે 5 જુલાઈ પછી જે ઉદ્યોગો એ શેર ખરીદયા છે તેમને કોઈ ટેક્સ ચૂકવવાનો રહશે નહિ.
કેપિટલ ગેન અને સરચાર્જ હટાવા મુદ્દે નાણાં મંત્રીએ જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને સરચાર્જ માફ કરવાથી સરકારને દર વર્ષે 1.45 લાખ કરોડનું નુકસાન થાય છે. પરંતુ આ પગલાં ભરવાથી ફંડોનો ફ્લો આગળ વધશે.
નિર્મલા સીતારામનની પત્રકાર પરિસદ દરમ્યાન સેન્સેકસમાં 900 આંકડાનો વધારો દેખાયો હતો, જે પછી 1900 પોઈન્ટ સુધી પહોંચ્યો છે.