કોરોના વાયરસના કારણે આખા દેશમાં હાહાકાર છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે. 5 લોકોની મોત થઇ ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે કોરોના પર વોટ્સએપ ચેટબોટ બનાવ્યું છે. ભારત સરકારે એને MyGov કોરોના હેલ્પડેસ્ક નામ આપ્યું છે. એના માટે વોટ્સએપ નંબર 9013151515 છે. એની મદદથી તમે કોરોના વાયરસ અંગે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ અથોરીટીની મદદથી કોરોના વાયરસને સંબંધિત પ્રશ્નોના જવાબ જાણી શકો છો.
MyGovindiaએ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી જાણકારી આપી છે અને જણાવ્યું કે, ”9013151515 પર નમસ્તે લખીને તમે કોરોના વાયરસ સંબંધિત સાચી માહિતી મેળવી શકો છો.”
આ પણ વાચો : હવે WhatsApp બચાવશે કોરોના વાયરસને લગતી ખોટી અફવાઓથી
