અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં તેજીથી ગુરૂવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર આજે વિશ્વભરના બજારમાં જોવા મળી. ભારતીય બજારમાં તેની ઝપેટમાં આવી ગયુ છે. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1600 અંકના ઘટાડા સાથે 49500ની નીચે પહોંચી ગયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) પણ 14650 અંકથી નિચે આવી ગઈ છે. આ ઘટાડાથી 3 કલાકથી પણ ઓછા સમયમાં રોકાણકારોના 4.63 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

સેન્સેક્સના 30માંથી 25 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ રીતે નિફ્ટીના 50માથી 44 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો ICICI, IndusInd Bank અને HDFCમાં જોવા મળ્યો હતો. આ શેરમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના બધા સેક્ટોરલ ઈન્ડેક્સ ઘટાડા પર છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો આવ્યો. આ ઘટાડાથી અડધા કલાકના ગાળામાં રોકાણકારોના 1.38 લાખ કરોડનું નુકશાન થઈ ગયું. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (FPI) પૂંજી બજારમાં શૂદ્ધ ખરીદદાર બનેલા છે. તેમણે ગુરૂવારે 188.08 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. એશિયાઈ બજારોમાં ચીનનો શંઘાઈ કંપોજિટ, હોંગકોંગ કે હેંગસેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી બપોરના ટ્રેડિંગ દરમિયાન સામાન્યા ઘટાડા પર હતા. આ વચ્ચે વૈશ્વિક તેલ બેંચમાર્ક બ્રેટ ક્રુડ 0.62 ટકાના ઘટાડા સાથે 65.70 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.