સામાન્ય રીતે જ્યારે પણ દારૂડિયાને ઝડપવામાં આવે છે, ત્યારે તેનું મોઢું સૂંધવામાં આવે છે. ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કહે છે કે એ નિયમ માત્ર કાગળ પર જ છે.કોવિડ-19 ના સંજોગોમાં કોઈ મોઢું સૂંઘે તો સંદિગ્ધ માટે જોખમકારક બની જાય છે અને બીમારી ફેલાવાનો ડર રહે છે. હવે પોલીસ નવો સર્ક્યુલર લાવી રહી છે. જેમાં મોઢું સૂંધવાના ઉલ્લેખના બદલે કોઈએ પીધો છે કે નહીં તે માટે અન્ય લક્ષણો પર મદાર રાખવો પડશે.
એક પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે પીધેલા માણસને વર્ણવવા તેની ટટ્ટાર ઉભા રહેવાની અશક્તિ, અસ્થિર હિલચાલ, થાથવાની જીભ જેવા લક્ષણોનો ઉપયોગ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે ટુંકમાં આવો સકર્યુલર બહાર પડાશે. દારુબંધીનો કાયદો તોડવા શખ્સોને શોધી કાઢવા પરંપરાગત રીતે સ્માઈફીંગ નિયમનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ એફઆઈઆરમાં એ જડ ફોર્મેટ બની ગયું છે. સંદીગ્ધનું સુંઘ્યુ ન હોય તો પણ કાગળ પર એનો ઉલ્લેખ સારો છે.
ગુજરાતના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દારુડીયા સામેની મોટાભાગની એફઆઈઆરમાં મોઢું સુંઘ્યાનું લખવામાં આવે છે, પરંતુ કોરોનાકાળમાં પોલીસ શંકાસ્પદથી અંતર જાળવી તેની આંખો અને બોલવાની શક્તિ ચેક કરે છે.