આજથી એટલે 19 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી આખા વિશ્વમાં ઐતિહાસિક ધરોહરોની જાળવણી માટે વર્લ્ડ હેરિટેજ વીક મનાવવામાં આવે છે. જેનામાં ઇતિહાસને લગતી વિવિધ અવનવી વાતો રજૂ કરવામાં આવશે. સામાન્યરીતે વર્લ્ડ હેરિટેજ વીકમાં ઐતિહાસિક ઇમારતો અને સાંસ્કૃતિક વારસાઓની વાત વધારે કરવામાં આવે છે અને સદીઓ જૂના ઐતિહાસિક લખાણો, કવિતાઓ કે સાહિત્યને લગતી બાબતોની વાત ઓછી કરવામાં આવે છે.
આજે પણ ઘણા બધા એવા સંગ્રહાલયો છે. જેમને પ્રાચીન અને દુર્લભ હસ્તપ્રતોમાં સચવાયેલું ગુજરાતી સાહિત્યની જાળવણી કરી છે. પરંતુ તે સામૂહિક માધ્યમોને અભાવે જાહેર જનતા સુધી પહોંચી શક્યું નથી. સૌપ્રથમ જર્મનીમાં ઈ.સ. 1444 માં મેઇન્ઝ શહેરમાં ગુટેનબર્ગે સીસા (લીડ) ના ટાઈપ કરીને એટલે કે અક્ષરો બનાવીને બાઇબલ છાપવામાં આવી હતી. ત્યારબાદ આ ક્ષેત્રે સમયાનુસાર અનેક ફેરફારો થવા માંડયા અને આખા વિશ્વમાં વિવિધ જગ્યાઓપર પ્રિન્ટિંગ પ્રેસો શરૂ થતી ગઈ.
ભારતમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત
ભારતમાં સૌપ્રથમ સુરતમાં ઈ.સ. 1672 માં ભીમજી પારેખે મુંબઈ જઈને અંગ્રેજોને સંપર્ક કરીને સૌપ્રથમ પ્રિન્ટિગ પ્રેસ મંગાવ્યુ હતું. એ સમયે ગુજરાતી અક્ષરોને કોતરીને સાહિત્ય છપાતું હતું. આ ઘટના બાદ ‘બોમ્બે કુરિયર’ નામના ગુજરાતી અંગ્રેજી છાપાની ગુજરાતી જાહેરખબરોમાં જોવા મળતા હતા.
ગુજરાતી ટાઈપ સૌપ્રથમ સુરતના જીજીભાઈ બહેરામજી છાપગરે ઈ.સ. 1767 માં ટાઈપ કર્યા હતા. ત્યારબાદ સુરતના ફરદુનજી મર્જબાને મુંબઈ જઈને આ કલા હસ્તગત જીજીભાઈ પાસેથી આ કળા હસ્તગત કરી અને ઈ.સ. 1812 માં ગુજરાતી ભાષાના સૌપ્રથમ છાપખાનાની શરૂઆત કરી હતી.
