દિવાળી પર ગોલ્ડ અને જ્વેલરીની સાથે-સાથે કુંદન અને પોલકીનો ક્રેઝ પણ ખુબ જ વધી રહ્યો છે. દિવાળી માટે આને પસંદ કરવામાં આવી રહી છે અને ખરીદી પણ ચાલુ છે. આની ખરીદી કરવા પહેલા અમુક વસ્તુની ધ્યાન રાખવુ જરૂરી છે. ચાલો જાણીએ આ દિવાળી પર કઈ જ્વેલરી ટ્રેંડમાં છે.

કુંદન જ્વેલરી- આ વર્ષે હેન્ડક્રાફ્ટેડ જ્વેલરીની વધુ માંગ છે. કાંચની સેટિંગ સાથે પારંપારિક કુંદન જ્વેલરી, ઇન્ડિયન આઉટફિટ્સ પર સારી લાગે છે.

પોલકી જ્વેલરી- આમા અનકટ ડાયમન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વધારે મોંઘી પણ હોય છે અને તહેવારો પર ખુબ જ ખાસ લૂક આપે છે.

ટેંપલ જ્વેલરી- આ જ્વેલરી માયથોલોજીથી પ્રેરિત છે. જે એક એથનિક લૂક આપે છે. તમે આને પારંપારિક અને ફ્યુઝન આઉટફિટ્સ પર પહેરી શકો છો.
કેટલા કેરેટ સોનુ લેવુ બરાબર છે?
24 કેરેટ ખુબ જ સોફ્ટ હોય છે તો આના પર સ્ક્રેચ જલ્દી પડે છે, દબાઈ જાય છે અને જલ્દી ખરાબ થઇ જાય છે. એટલે જ્વેલરીને 22 કેરેટ અથવા તેનાથી ઓછામાં બનાવવામાં આવે છે. જે ગોલ્ડમાં અલોયની માત્રા વધુ હોય છે તે મજબૂત પણ વધારે હોય છે. રોજ પહેરવા વાળી જ્વેલરીની ખરીદી કરવા ઇચ્છતા હો તો ડેમેજ્થી બચવા માટે 18 કેરેટ ગોલ્ડની પસંદગી કરી શકો છો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.