વોશિંગટન : ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે 5 વૈશ્વિક કંપનીઓના CEOs સાથે ચર્ચા કરી. આશા રાખવામાં આવી રહી છે કે આ બેઠકો ભારતમાં મોટા રોકાણને આકર્ષિત કરી શકે છે. કોવિડ-19ના કારણે અર્થવ્યવસ્થા પર ઘેરી અસર પડી હતી, એવામાં પીએમ મોદીની કોર્પોરેટ દિગ્ગજોની સાથે આ મિટિંગ્સને ઘણી અગત્યની માનવામાં આવી રહી છે. શુક્રવારે પીએમ મોદી ક્વાલકોમ (Qualcomm), અડોબી (Adobe), ફર્સ્ટ સોલર (First Solar), જનરલ એટોમિક્સ (General Atomics) અને બ્લેકસ્ટોનના (Blackstone) શીર્ષ અધિકારીઓને મળ્યા. જાણો આંતરરાષ્ટ્રીય કંપનીઓના અધિકારીઓ સાથે થયેલી આ બેઠકથી ભારતને શું ફાયદો થશે.

ક્વાલકોમ Qualcomm
પીએમ મોદીએ સૌથી પહેલા ક્વાલકોમના (Qualcomm) સીઇઓ ક્રિશ્ચિયાનો આર. અમોન (Cristiano R. Amon) સાથે મુલાકાત કરી. આ કંપની સેમીકંડક્ટર્સ, સોફ્ટવેર અને વાયરલેસ ટેક્નોલજી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ ભારતની સાથે કામ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો છે. જોકે, હાલના સમયમાં પણ ક્વાલકોમની ભારતમાં મજબૂત ઉપસ્થિતિ છે. કંપની અહીં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છેકે સીઇઓ અમને કહ્યું કે, ભારત માટે આ યોગ્ય સમય છે જ્યારે તે ભારતીય બજાર માટે જ નહીં, પરંતુ અનય દેશોને સેવાઓ આપવાની પણ યોજના બનાવે. સૂત્રોએ જણાવ્યું કે અમોને સેમી કંડક્ટર્સના ક્ષેત્રમાં પણ ભારતની સાથે પાર્ટનરશીપ કરવામાં રસ દર્શાવ્યો છે.

અડોબી (Adobe)
ત્યારબાદ વડાપ્રધાન મોદી અડોબીના સીઇઓ શાંતનુ નારાયણને (Shantanu Narayen) મળ્યા. સરકારી સૂત્રોનું કહેવું છે કે નારાયણે કોવિડ વિરુદ્ધની જંગમાં ભારતના પ્રયાસો અને ખાસ કરીને ઝડપી રસીકરણના વખાણ કર્યા છે. સૂત્રોએ કહ્યું કે તેમણે ભારતની આઝાદીના 75મા વર્ષના અવસરે કેટલુંક યોગદાન આપવા માંગે છે. સીઇઓએ કહ્યું કે તેઓ ભારતમાં દરેક બાળક માટે વીડિયો અને એનિમેશન લાવવા માંગે છે. પીએમ અને સીઇઓએ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેટલાક નવા સેન્ટર્સ ભારતમાં ખોલવાની વાત પર ભાર મૂક્યો.

ફર્સ્ટ સોલર (First Solar)
સરકારી સૂત્રોનું કહેવું છે કે, કંપનીના સાઇઓ માર્ક વિડમરે (Mark R Widmar) જળવાયુ પરિવર્તન અને સંબંધિત ઉદ્યોગોને લઈને ભારતની નીતિઓ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સૌર ઉર્જાના ક્ષેત્રમાં કામ કરી રહેલી કંપનીઓ ભારતની PLI યોજનાઓનો વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકશે. આ દરમિયાન પીએમ મોદીએ ભારતના ગ્રીન ડાયડ્રોજન મિશન વિશે પણ વાત કરી. સૂત્રોએ કહ્યું કે, બેઠકમાં સીઇઓ અને પીએમ મોદી બંને ભારતમાં સોલર નિર્માણને સારું બનાવવાની વાત પર સહમત થયા. આ ક્ષેત્રમાં કાર્યરત અન્ય દેશો માટે પણ ફાયદારૂપ રહેશે.

જનરલ એટોમિક્સ (General Atomics)
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, સીઇઓ વિવેક લાલે (Vivek Lall) કહ્યું કે, ડ્રોનના ક્ષેત્રમાં ભારતની નીતિઓ અને સુધાર વખાણવા યોગ્ય છે. પીએમ મોદીએ ભારતની ઉદાર ડ્રોન નીતિ અને PLI યોજના હેઠળ નિર્માણના ક્ષેત્રમાં તકની વાત કરી. લાલે એવું પણ કહ્યું કે ડ્રોનના નિર્માણ માટે ભારત એક સારું સ્થળ છે. સૂત્રોએ જણાવ્યું કે, સીઇઓએ એવું પણ કહ્યું કે, ડ્રોન્સના ઇકો સિસ્ટમને મદદ કરવા માટે ભારતમા; એક સમર્પિત ડ્રોન હબ તૈયાર થઈ શકે છે. સૂત્રોએ કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં પણ ભારતના સુધારોના વિવેક લાલે વખાણ કર્યા.

બ્લેકસ્ટોન (Blackstone)
કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાતના દોરમાં વડાપ્રધાને અંતમાં બ્લેકસ્ટોનના સીઇઓ સ્ટીફન એ. શ્વાર્જમૈન (Stephen Schwarzman) સાથે મુલાકાત કરી. શ્વાર્જમૈને ભારતમાં બ્લેકસ્ટોનના રોકાણ અને તેને વધારવાને લઈ વાત કરી. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાને કહ્યું કે, ભારતમાં બ્લેકસ્ટોનની ભાગીદારી વધારવાની ઘણી સંભાવનાઓ છે અને ભારતમાં થયેલા સુધારોની જાણકારી આપી. આ દરમિયાન તેમણે વિશેષ રીતે એસેટ મોનેટાઇઝેશન અને બેડ બેંકને લઈને વાત કરી. સીઇઓએ કહ્યું કે ભારતની ક્ષમતાઓને લઈને ખૂબ આશાવાદી છે. તેમણે જણાવ્યું કે, ભારત ખૂબ જ ઝડપથી વિકસિત દેશો પૈકી એક છે.