આ ટેક્નોલોજીના જમાનામાં યુઝર્સની પ્રાઇવસીને લઇ સવાલ ઉભા થતા રહે છે. જો તમે એક દિવસ આવનાર ડેટા લિકની ખબરો થી પરેશાન છો, તો તમને એ જાણીને હેરાની થશે કે આવનારા સમયમાં સુધાર થવાની સંભાવના ઘણી ઓછી છે. એ દિવસો પણ દૂર નથી કે જયારે લડાઈઓ ભૌતિક સાધનો માટે નહિ પરંતુ અરબો ડિજિટલ ફૂટ પ્રિન્ટ્સ (યુઝર્સના અંગત ડેટા) માટે લાદવામાં આવશે. જેથી વધારેમાં વધારે ડેટા માં કંટ્રોલ મેળવી શકાય.

રોજ તૈયાર થાય છે 22 કરોડ DVDના બરાબર ડેટા
વર્ષ 2025 સુધી દુનિયાભરમાં રોજ 463 એગ્ઝાબાઈટ ડેટા ક્રિએટ થાય છે. જે રોજ 22 કરોડ DVDમાં સ્ટોર કરવા બરાબર છે. આવનારા થોડાક સમયમાં આખા ડિજિટલ યુનિવર્સના 44 zettabuytes મતલબ દસ ખરબ GB સુધી પહોંચવાની સંમભાવના છે. જો આજની વાત કરીયે તો દુનિયાભરમાં રોજ 50 કરોડ ટ્વિટ સાથે 294 બિલિયન ઇમેઇલ મોકલવામાં આવે છે.

વોટ્સઅપ અને ફેસબુક પરના ડેટા
મીડિયા સાઈટ વિઝ્યુલ કેપેટીલિસ્ટ અનુસાર ફેશબુક પર 1000TB ડેટા તૈયાર થાય છે. ત્યાંજ વોટ્સએપ પર રોજ મોકલવામાં આવે છે 6500 કરોડ મેસેજ મોકલવામાં આવે છે. જો ઇન્ટરનેટ સર્ચની વાત કરીયે તો રોજ દુનિયાભરમાં 5 અરબ સર્ચ કરવમાં આવે છે.
વધી રહ્યો છે ફેસબુકની દખલ
વર્ષ 2019ની બીજી ત્રિમાસિકમાં ફેસબુક પાસે 2 અરબ 41 લાખ એક્ટિવ યુઝર્સ હતા. ફેસબૂક હાલ દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેની પહોંચ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના સહારે વધી જાય છે. જેથી તમને ખબર પડશે આપડી ડિજિટલ જિંદગીમાં ફેસબૂક કેટલી દખલ કરી રહ્યું છે

ગુગલ સર્ચ એન્જીન માર્કેટના લીડર
ગુગલ પાસે દુનિયાભરના સર્ચ એન્જીન માર્કેટ ના 90% શેર છે. ગુગલની માલિકીની વેબસાઈટ YouTube પર દર મહિને 100 કરોડથી વધુ યુઝર આવે છે. ત્યાંજ, જી-મેઈલ પાસે 150 કરોડથી વધી એક્ટિવ યુઝર્સ છે.
ડેટા પ્રાઇવસીના નામ પર ઠેંગો
આજે ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ પર અરબો યુઝર્સ પોતાની અલગ-અલગ વાતો શેર કરે છે. જેને એડ્વર્ટાઇઝ તેમના માટે ભવિષ્યના માર્કેટ તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા કંપની આજકાલ આ વાતને સમજવા લાગી છે કે એમના યુઝર્સ શું વિચારે છે. શું જોઈ છે, શું મહેસુસ કરે છે અને કેમ રિએક્ટ કરે છે. એમને ડિકોડ કરી આ કંપની એજ હિસાબથી યુઝર્સને એડ બતાવવાનું કામ કરશે.
જેને સીધી રીતે કોઈ યુઝર્સની પ્રાઇવેસીમાં દખલ કરવાનું કહી શકાય. યુઝર્સના પોન્ટ્સ અને ઓનલાઇન રીએકશન પર ટેપ કરવું અને આર્ટિફિશન ઇન્ટેલિજન્ટસથી એમના અંગત ડેટા પોઈન્ટને ફિલ્ટર કરી શકાય. આ રિયલટાઈમ અને એલ્ગોરિધમ દ્વારા સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીઓ અને માર્કેટ્સને ઉમ્મીદથી વધારે પૈસા કમાઈને આપશે. એમાં સવાલ એક જ ઉભો થાય છે. કે શું તમે તમારા અને આવનારી પેઢીના આવા ડિજિટલ ભવિષ્ય માટે તૈયાર છો?
