ધનતેરસથી પાંચ દિવસની દિવાળીના ઉત્સવનો પ્રારંભ થઇ જાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, કુબેર, યમ, લક્ષ્મી, વામન, ગણેશજી અને પાલતુ પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેમા 13 ગણ્યા વૃદ્ધિ થાય છે તો ચાલો જાણીએ કે આ દિવસે કઈ ચાર વસ્તુની ખરીદી કરવાથી થશે ધન લાભ.

1 વાસણ: ધનતેરસ પર સૌથી પહેલા વાસણની ખરીદી કરવી જોઈએ. વાસણમાં સૌથી પહેલા પીતળના વાસણ ખરીદો. એવું કહેવામાં આવે છે કે ધન્વંતરિ દેવ આજ દિવસે અમૃતનો કળશ લઇ સમુદ્રથી નીકળ્યા હતા.

2 સોનુ: સોનુ પણ પીળું હોય છે. તમારું બજેટ હોય તો તમે સોનુ પણ ખરીદી શકો છો. આ દિવસે સોનાની ખરીદી કરવી શુભ હોય છે.

3 કોડી: પહેલાના સમયમાં કોડી સિક્કાના રૂપમાં લોકપ્રિય હતી. એવું કહેવાય છે કે સમુદ્ર મંથનના સમયે જયારે લક્ષ્મીજી પ્રગટ થયા હતા તો તેમની સાથે
કોડી પણ હતી. ધનતેરસના દિવસે તમે કોડીની ખરીદી કરો અને જો તે પીળી ન હોય તો તેને હળદરના પાણીમાં ડુબાવીને તેને પીળી કરી દો. ત્યારબાદ તેની પૂજા કરી તેને કબાટમાં મૂકી રાખો.

4 ધાણા: ધનતેરસના દિવસે ખેડૂત ધાણાના બીયાની ખરીદી કરે છે અને સામાન્ય લોકો પૂજા માટે ધાણાની ખરીદી કરે છે. ધાણાની ખરીદી કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી પણ ધનનું નુકસાન નથી થતું.