સુપરહીરોથી ભરેલી માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ ‘Avengers: End Game’ આજકાલ ટોક ઓફ ધ ટાઉન બનેલી છે. ભારતમાં ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રીલિઝ થતાની સાથે બોક્સ ઓફિસ પર તેણે રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રીલિઝના થોડાં સમયમાં ફિલ્મે 250-300 કરોડનો આંકડો સરળતાથી પસાર કરી લીધો છે.
આ ફિલ્મને ભારતમાં ઈંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલિજ કરવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મને હિંદીમાં ડબ કરવા માટે કયા સ્ટાર્સે પોતાનો અવાજ આપ્યો છે. તા ચાલો જોઈ લઈએ ફિલ્મના સુપરહીરોના ડબિંગ માટે કયા સ્ટાર્સે પોતાનો અવાજ આપ્યો છે.
રાજેશ ખટ્ટર
વિલનના રોલ માટે જાણીતા એવા આ અભિનેતાએ ફિલ્મમાં આયર્નમેન(રોબર્ટ ડાઉની જુનિયર)નો અવાજ બન્યા છે. રાજેશ ખટ્ટર શાહિદ કપૂરના બીજા પિતા છે. રાજેશ ખટ્ટરે ‘સૂર્યવંશમ’, ‘ડોન’, ‘રેસ 2’, ‘ખિલાડી 786’ સાથે બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મ સિવાય તેમણે ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ના કેપ્ટન જેક સ્પેરો, ‘એક્સમેન’ના મેગ્નીટો અને ‘જંગલ બૂક’ના બગીરા માટે અવાજ આપ્યો છે.
ગૌરવ ચોપરા
ગોરવ ચોપરા એ જાણીતો ટેલિવીઝન કલાકાર છે. તેણે આ ફિલ્મમાં થોર(ક્રીસ હેમ્સવર્થ)નો અવાજ આપ્યો છે. ગૌરવ ‘એક હસીના થી’, ‘સીઆઈડી’ અને ‘બાલિકા વધુ’ જેવી સિરીયલોમાં જોવા મળ્યો છે.
નિનાદ કામત
નિનાદ કામતે આ ફિલ્મમાં બે મોટા પાત્રો માટે અવાજ આપ્યો છે. તેણે ફિલ્મના થેનોસ અને રોકેટનો અવાજ આપ્યો છે. નિનાદ ‘ઝહર’, ‘પરિણીતા’, મુન્નાભાઈ સિરીઝ, ‘દસ’, ‘ફોર્સ’ અને ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
સાહિલ વેદ
સાહિલ વેદે આ ફિલ્મમાં એન્ટ મેનનો અવાજ આપ્યો છે. સાહિલ એક્ટર હોવાની સાથે સિંગર પણ છે. તેણે પોતાના અવાજ આપ્યાની વાત સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
જોય સેનગુપ્તા
જોય સેનગુપ્તા ‘હજાર ચૌરાસી કી મા’, ‘દેહમ’, ‘ગુડ બોય બેડ બોય’ અને ‘અન્જાના અન્જાની’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેણે આ ફિલ્મમાં કેપ્ટન અમેરિકાનો અવાજ બન્યા છે.
રોહિત રોય
આ ફિલ્મમાં જાણીતા ટીવી કલાકારે સ્ટાર લોર્ડનો અવાજ આપ્યો છે. રોહિતે ‘વિરાસત’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘સ્વાભિમાન’ અને ‘ભાભી’ જેવી ઘણી જાણીતી સીરિયલોમાં કામ કર્યું છે.
અતુલ કપૂર
તેણે આ ફિલ્મમાં વિઝનનો અવાજ આપ્યો છે. અતુલ કપૂર કલર્સ પર આવતા રિયાલીટી શો ‘બિગ બોસ’ માટે જાણીતો છે. અતુલ બિગ બોસની દરેક સિઝન માટે પોતાનો અવાજ આપે છે. આ પહેલા તે ‘હેલબોય 2’ અને ‘શારલોક હોમ્સ- અ ગેમ ઓફ શેડોઝ’માં પ્રોફેસર જેમ્સ માર્ટીન માટે અવાજ આપી ચૂક્યો છે.
સપ્તઋષિ ઘોષ
ફિલ્મમાં તેણે ડો. સ્ટ્રેન્જ માટે અવાજ આપ્યો છે. સપ્તઋષિ એક ચીવી કલાકાર છે અને તેની સાથે તે ડબિંગ આર્ટિસ્ટ પણ છે. તેણે ‘બડે અચ્છે લગતે હૈ’, ‘બાલિકાવધુ’, ‘એક હસીના થી’, ‘સીઆઈડી’ અને ‘એજન્ટ રાઘવ’ જેવી સિરીયલોમાં કામ કર્યું છે.
શક્તિ સિંહ
માર્વેલ સુપરહીરોની શોધ-ખબર રાખનાર સિનીયર એજન્ટ નિક ફ્યુરીનો અવાજ તેમણે આપ્યો છે. તેમણે ‘ટાઈટેનિક’ના હિંદી વર્ઝનમાં કેટના થનારા પતિ કાલ હોક્લીનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેમણે ‘બ્યોમકેશ બક્ષી’, ‘સપને સુહાને લડકપન કે’, ‘સિયા કે રામ’, અને ‘રૂપ-મર્દ કા નયા સ્વરૂપ’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.