ભારતમાં વધતા જતા કોરોના વાયરસના કેસને રોકવા માટે ઘણા ડોક્ટરો આ વિશે રિસર્ચ કરી રહ્યા છે. હાલમાં, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ) ભોપાલમાં કોરોના દર્દીના પોસ્ટ મોર્ટમ કરીને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, આ વાયરસ શરીરના કાયા અંગોને કેટલું નુકશાન પહોંચાડી રહ્યો છે. તેમજ તે શરીરની અંદર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. આ વિષય પર સંશોધન કરવા માટે રવિવારે દર્દીઓના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછી 10 લાશોનું પોસ્ટ મોટર્મ કરવામાં આવશે. એમ્સના ડૉય સરમન સિંહે કહ્યું કે દેશમાં પહેલાવાર આ પ્રકારનું અધ્યયન થઈ રહ્યુ છે. આ સંશોધનના પરિણામથી દર્દીઓના સારવારમાં મદદ મળશે.

આ વિશે ભોપાલ એમ્સના ડાયરેક્ટર ડૉ. સરમન સિંહે કહ્યું કે, હાલમાં માત્ર ઈટલી અને અમેરિકામાં પોસ્ટ મોટર્મ દ્વારા કોરોનાના દર્દીઓનું અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એમ્સની એથિકલ કમિટીની મંજૂરી બાદ આ અધ્યયન શરુ કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં મુખ્ય શોધકર્તા ફોરેન્સિક વિભાગના એડિશનલ પ્રો. ડૉ. જયંતી યાદવ હશે. કોરોના દર્દીની પ્રથમ બોડીનું પોસ્ટમોર્ટમમાં તેમની સાથે વૃંદા પટેલ, ડૉ. સરવન, ડૉ. મહાલક્ષ્મી દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોનાના દર્દીઓનું પોસ્ટ મોટર્મ પેથોલોજી વિભાગ, માઈક્રોબાયોલોજી વિભાગ, ફોરેન્સિક મેડિસિન વિભાગ અને ક્રિટિકલ કેર મેડિસિન વિભાગ મળીને કરી રહ્યા છે.જેમાં, સૌપ્રથમ ફોરેન્સિક વિભાગ બોડીનું પોસ્ટમોર્ટમ કરશે. ત્યારબાદ બોડી માઈક્રોબાયોલોજી વિભાગ તપાસ કરશે કે વાયરસ શરીરમાં કેટલા સમય સુધી જીવિત રહે છે અને કયા અંગોમાં વાયરસ કેટલી સંખ્યામાં છે. ત્યારબાદ પેથોલોજી વિભાગ કયા અંગોને કેટલું નુકશાન થયું છે તેની તપાસ કરશે.
આ પણ વાંચો : દેશનું પ્રથમ 5 સ્ટાર હોટેલ જેવું કોવીડ કેર સેન્ટર ગુજરાતના આ શહેરમાં તૈયાર, ફોટા જોઈને થશે આશ્ચર્ય
સામાન્ય રીતે બોડીના પોસ્ટ મોટર્મ માટે તેમના પરિવારની પરવાનગી હોવી જરૂરી હોય છે. પરંતુ, ઘણા પરિવારજનો ડેડબોર્ડી આપવા તૈયાર થતા નથી. આ વિશે 5 પરિવાર સાથે વાત કરી હતી જેમાંથી માત્ર 1 પરિવાર તૈયાર થયો છે.
