રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1074 કેસ નોંધાયા છે. જેની સામે 1370 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 22 દર્દીના મૃત્યુ થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 68,825 પર પહોંચ્યો છે. જેમાંથી એક્ટિવ કેસ 14,587 છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે, 14,501 દર્દીઓની હાલત સ્ટેબલ છે.
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 231, અમદાવાદમાં 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 52, જૂનાગઢમાં 46,મહેસાણામાં 43, ભાવનગરમાં 37, ગાંધીનગરમાં 27, કચ્છમાં 24, ગીર સોમનાથમાં 23, અમરેલીમાં 21, દાહોદમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 17, સુરેન્દ્રનગરમાં 17, આણંદમાં 14, ખેડામાં 14, ભરૂચમાં 13, મહીસાગરમાં 12, મોરબીમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 12, પંચમહાલમાં 11, બોટાદમાં 9, પોરબંદરમાં 9, પાટણમાં 7, બનાસકાંઠામાં 6, અરવલ્લીમાં 4, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, તાપીમાં 1 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : સુરતમાં ફ્રીમાં કરવામાં આવતા કોરોના રેપીડ ટેસ્ટના ઉઘરાવી રહ્યા છે પૈસા, SMC કમિશ્નરે લીધો આ નિર્ણય
