26 જાન્યુઆરી 2020ના દિવસે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. 1950માં આ જ તરીકે સંવિધાન લાગુ કરાયું હતું. આ સમારોહ પહેલા ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનથી એક ખબર આવી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સની રિપોર્ટ મુજબ, પહેલી વખત ભારતના સંવિધાનને પ્રિન્ટ કરવા વાળી બે મશીનને વેચી દેવમાં આવી છે. તે પણ કબાળના ભાવમાં .1.5 લાખમાં. મશીનોના રાખવામાં ઘણો વધુ ખર્ચો થઇ રહ્યો હતો. માટે એને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો. સોવરિન અને મોનાર્ક નામની આ બે મશીનોને બ્રિટનની કંપની કેબટ્રી એન્ડ સન્સએ બનાવ્યા હતા.

26 નવેમ્બર 1949ને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે બંધારણ લખાઈને તૈયાર થઇ ગયું હતું. બંધારણને પહેલી કોપીને હાથથી લખવામાં આવી. પ્રેમ બિહારી નારાયણે બંધારણને અંગ્રેજીમાં લખ્યું. હિન્દી કોપી વસંત કૃષ્ણ વૈદ્ય એ લખી હતી. શાંતિનિકેતનના પ્રોફેસર નંદલાલ બોઝે અને એમના સ્ટુડન્ટ્સએ બંધારણની કોપી પર ફોટો બનાવી.

હાથ થી લખાયેલી આ કોપીને સર્વે ઓફ ઇન્ડિયાના નોર્દન પ્રિન્ટિંગ ગ્રુપ ઓફિસમાં પ્રિન્ટ કરવામાં આવી. તે સમયે સર્વે ઓફ ઇન્ડિયા પાસે પ્રિન્ટિંગની સૌથી મોટું અને સુસજ્જિત કારખાનું હતું. દેહરાદૂન સ્થિત સર્વે ઓફ ઇન્ડિયાએ બંધારણની 1000 કોપી પ્રિન્ટ કરી હતી. સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1767માં કરી હતી. આ સંસ્થા સર્વે અને નકશાથી સંબંધિત કામ કરે છે.

લિથોગ્રાફિક પ્રિન્ટીંગમાં પાણી અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પથ્થર અથવા મેટલની પ્લેટ દ્વારા ચીકણી સપાટી પર પ્રિન્ટ કરવામાં આવે છે. દેહરાદૂનના હાથીબરકલા વાળા ઓફિસમાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરી 1000 કોપી પ્રિન્ટ કરવામાં આવી હતી.

પહેલી કોપી હજુ પણ નોર્દન પ્રિન્ટિંગ ગ્રુપના ઓફિસમાં સુરક્ષિત રાખવામાં આવી છે. બીજી બધી કોપી દિલ્હી મોકલી દેવામાં આવી હતી. હાથથી લખાયેલ આ કોપી દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. જયારે યાદગીરીના રૂપમાં બંધારણની એક પ્રિન્ટ કોપી સંસદ ભવનમાં અને એક કોપી સર્વે ઓફ ઇન્ડિયાના દહેરાદુન વાળા મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાના પદ પર લેફ્ટિનેન્ટ જનરલ ગિરીશ કુમાર છે. તેમનું કહેવું છે કે આ મશીનોને મેન્ટેન રાખવાનો ખર્ચ ઘણો વધારે છે. એની ટેક્નોલોજી પણ જૂની થઇ ગઈ છે માટે મશીનોને તોડીને કબાળ ના ભાવમાં વેચી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે મશીનો માટે ઘણી વધારે જગ્યાની જરૂરત પડે છે. તેમનું કહેવું છે કે આપડે આવી ઐતિહાસિક વસ્તુને સુરક્ષિત રાખવું સારી વાત છે, પરંતુ આપડે આગળ વધવું જોઈએ.
