અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે પાંચ ઓગસ્ટ ભૂમિ પૂજન થનાર છે. એ ઉપરાંત અયોધ્યામાં તાડામાર તૈયારી ચાલી રહી છે. ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિતિ રહેશે. ભૂમિ પૂજનને લઇ સમગ્ર આયોધ્યામાં ભૂમિ પૂજનનો ઉત્સવ શરુ થઇ ગયો છે. ધાર્મિક મહત્વ વાળા અન્ય નગરોમાં પણ ઉત્સવની વિશેષ તૈયારી ચાલુ છે. ત્યારે સિલાન્યાસના કાર્યક્રમ માટે બનાવવામાં આવેલ સ્ટેજ પર માત્ર પણ વ્યક્તિઓને જ સ્થાન આપવામાં આવશે.
પાંચ વ્યક્તિ માંથી બે ગુજરાતી

મળતી માહિતી મુજબ, આયોધ્યામાં શિલાન્યાસના કાર્યક્રમની અંતિમ તબક્કાની તૈયારી ચાલી રહી છે. ત્યારે મંચની પણ તૈયારી કરી લેવામાં આવી છે. તૈય્યાર કરવામાં આવેલ મંચ પર માત્ર પાંચ વ્યક્તિઓને જ સ્થાન આપવામાં આવશે. જેમાંથી બે ગુજરાતી છે. વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ. વડાપ્રધાન મોદી અયોધ્યામાં પહેલા હનુમાનમઢી જઇને દર્શન કરશે ત્યાર પછી રામલલ્લા દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિ પૂજન કાર્યક્રમમાં જોડાશે।
માત્ર પાંચ વ્યક્તિઓને જ સ્ટેજ પર સ્થાન

સ્ટેજ પર 5 વ્યક્તિઓમાં સ્થાન આપવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS સુપ્રીમો મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ભૂમિ પૂજનના કાર્યક્રમ માટે દેશના કોઈ પણ મુખ્યપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી, માત્ર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ હાજર રહશે.
આ પણ વાંચો : સરકારના આ નિર્ણયથી ભારત બની જશે સ્માર્ટફોન હબ, આટલી કંપનીઓ ભારત આવવા થઇ તૈયાર
