સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે WHO દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, કોવિડ-19 નો ચેપ હવા દ્વારા પણ ફેલાય છે. માટે, આપણે ઘરની અંદર અને બહાર ઘણી કાળજી રાખવાની જરૂર છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિને છીંક આવે છે ત્યારે વાયરસ તેમના શરીરમાંથી હવામાં પ્રવેશ કરે છે. આ વાયરસ હવામાં જીવંત રહી શકે છે, અને તે હવામાં શ્વાસ લેતી વ્યક્તિ સંક્રમિત થાય છે. આ અંગે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે કે, આ સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે પ્રિકોશન્સ લેવાનું વધુ મહત્વનું છે. આ વાયરસ હવામાં ઘણા કલાકો સુધી ટકી શકે છે, હવામાં રહેલા વાયરસ સામે ફક્ત N95 માસ્ક અને ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક અસરકારક છે.
આ પણ વાંચો : જાણો કોરોનાની પહેલી રસી લગાવનાર મહિલાનું સ્વાસ્થ્ય કેવું છે

આ વાયરસથી પોતાને સુરક્ષિત રાખવા આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન
- હવાથી ફેલાતા આ વાયરસથી બચવા માટે ઘરમાં, બહાર, ઓફિસમાં દરેક જગ્યાએ માસ્ક અવશ્ય પહેરી રાખો.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતોના મતે, આ ચેપને રોકવા માટે માત્ર માસ્ક જ નહિ પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અતિઆવશ્યક છે. વાત કરતી વખતે એક મીટરથી વધુનું અંતર રાખો અને માસ્ક પહેરો. આ વાયરસ ફક્ત 5 માઇક્રોનનાં હોય છે, કોઈ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ શ્વાસ લેતો હોય તો પણ તમને ચેપ લાગી શકે છે.
- એર કન્ડીશનીંગ વાળા જાહેર સ્થળોથી દૂર રહો. અને ઓછા વેન્ટિલેશનવાળી જગ્યાઓ પર ન જશો. આવી જગ્યાએ વાયરસ સરળતાથી અને ઝડપથી ફેલાય છે.
- જે રૂમોમાં વેન્ટિલેશન સારું હોય તે રૂમનો ઉપયોગ કરો, ઓફિસમાં પણ યોગ્ય વેન્ટિલેશન થયા કરે તેની ખાસ ટેકેદારો રાખો. કારણ કે, વેન્ટિલેશનના અભાવના કારણે વાયરસ રૂમમાં જ ફરતો રહે છે જેથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.
- ઘરથી બહાર નીકળતી વખતે ફેસ કવચ પહેરો અને વારંવાર ચહેરાને સ્પર્શ ન કરો.
