દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવા આપણા દેશના કેટલાય ફ્રીડમ ફાઈટર્સએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે દેશ આઝાદ થયું તેના 72 વર્ષ પૂર્ણ થયા છે જયારે આજે પણ તેમની યાદ અને દેશ પ્રત્યેની ભાવના આપણા દિલોમાં ઘર કરેલી છે. આજે દરેક શાળા-કોલેજમાં આઝાદીના ગીત, રાષ્ટ્ર ગાન તેમજ ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે છે.
આ બધું તો આપણે દર વર્ષે જોઈએ છે પરંતુ સુરતમાં સૌ પ્રથમ વાર એક સલૂનએ આર્મીમેન તેમજ તેની ફેમિલી માટે આવી કોઈ સ્કીમ લઈને આવ્યા છે, દર મંગળવારે આર્મીની ફેમિલી માટે હેર ક્ટ લાઈફ ટાઈમ માટે મફતમાં રાખવામાં આવી છે. આવી દેશ પ્રત્યેની લાગણીને આપનો સલામ છે. ચાલો જાણીયે એ વ્યક્તિ અને તેમના સલૂન વિશે.
A’cme નામનું સલૂન જે સુરતમાં કારગિલ ચોક પાસે આવેલું છે. તેમના ઓનરનું નામ લીમ્બાચીયા પ્રફુલકુમાર છે જે મૂળ વડનગરના છે. તેમની સાથે આપણે ઘણી વાતો કરી:
સવાલ: તમારા ફેમિલીમાંથી કોઈ આર્મીમાં છે?
જવાબ: ના કોઈ જ નથી
સવાલ: અભિનંદનને વીર ચક્ર એનાયત થવાનું નક્કી થયું છે, તો તમને શું લાગે છે ફરી એક વાર એમનો લુક ટ્રેંડમાં આવશે?
જવાબ: એ તો ઓલ્વેઝ ટ્રેંડમાં રહેવાનુજ છે, કારણકે એમને જે આપણા દેશ માટે કર્યું છે તેનાથી કોઈ પણ અજાણ નથી અને તેના કારણે વધુ લોકો આકર્ષિત થયા છે અભિનંદનના લુકને લઈને.
સવાલ: તમારા આવા વિચાર પાછળ કોઈ ખાસ કારણ?
જવાબ: દેશના સૈનિકો માટે આવું કઈ ખાસ કરવાનો વિચાર કેટલા વર્ષોથી હતો પણ કોઈ ન કોઈ કારણોસર શક્ય નહી થતું હતું. વધુમાં તેઓ જણાવે છે કે, ‘મેં એક સર્વે કરેલો અને તે દરમિયાન જ હું એક-બે કર્નલને મળેલો જેથી મને જાણવા મળ્યું કે સુરતમાં નિવૃત આર્મી મેન ઘણા ઓછા છે લગભગ 100 થી 150 ફેમિલી હશે જેમાં નિવૃત આર્મી જોવા મળશે, વધુ પ્રમાણમાં હયાત છે જેઓ દેશના સરહદ પર રહી આપણા બધાની રક્ષા કરે છે’.

સવાલ: તમને દેશના સૈનિકો માટે આવું કઈ ખાસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
જવાબ: જયારે હું મારા ગામ વડનગર હતો ત્યારથી જ મેં ઘણા પ્રયત્નો કર્યા પણ હું પાસ નહીં થઇ શક્યો. ત્યાર થી જ વિચાર કરી લીધો હતો કે દેશ માટે જે કઈ પણ મારાથી થશે તે હું કરીશ.
સવાલ: એવી કોઈ એક હેર ક્ટ જે ઇંડિપેંડેન્સના સમયે વધુ ટ્રેન્ડમાં હોય?
જવાબ: વન સાઈડ નામની હેર કટ છે જે આર્મી લુક પણ આપે છે તે લોકોને ખુબ જ પસંદ છે અને ખાસ વાત એ છે કે તે ફક્ત ઇંડિપેંડેન્સના સમયે નહીં પણ ફોરએવર ટ્રેન્ડમાં હોય છે.

સવાલ: સ્વતંત્રતા દિવસે તમે બીજું શું ખાસ કરો છો?
જવાબ: અમે વિવિધ સ્કીમ રાખીએ છે. તેમજ અમારા સલૂન માટે પણ આ દિવસ ખાસ હોય છે, અમે આજના દિવસે જ અમારુ સલૂન શરૂ કરેલું તો એક સાથે બે સેલિબ્રેશન હોય છે જેમાં અમે કલાઇંટ્સ અને ફેમિલીને બોલાવી કેક કટિંગ કરીએ છે.
સવાલ: બીજી કોઈ એવી વાત જે તમે અમને જણાવા ઇચ્છતા હો?
જવાબ: સૈનિકો તો દિવસ-રાત આપની દેખ-રેખ માટે સરહદ પર હાજર હોય છે પરંતુ મારા તરફથી હું કઈ નાનકડું કરવા ઈચ્છતો હતો, તો મેં આ લાઈફ ટાઈમ સ્કીમ બહાર કાઢી અને સાથે જ અમે અમારા ડ્રેસિંગને પણ આર્મી લુક આપવાના પ્રયત્નો કર્યા છે. ફુલ કોપી કરવાનો અધિકાર મારો તો શું કોઈનો પણ નથી માટે અમે લાઈટ કલરમાં મિલેટ્રી પેન્ટ રાખેલું છે જેથી અમે તેમજ આર્મી મેન પણ અમારાથી કન્નેકટેડ ફીલ કરે જયારે અહીં આવે .
આ હતી પ્રફુલભાઈની વાત જેઓ પોતે તો કોઈ કારણોસર સરહદ પર જઈ ન શક્યા પરંતુ તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા એમને લીધું એક નાનું પગલું જે સૌ કોઈના દિલ ને સ્પર્શી ગયુ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.
આ સ્ટોરી ન્યૂઝ આયોગ તરફી પ્રિયંકા ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. જેને આ સ્વતંત્રતા દિવસ પર એક અનોખી પહેલ માટેના આઇડિયા શોધ્યા છે.