કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) સાથે જ હજુ પાંચ કંપનીઓના રોકાણ સંબંધિત નિર્ણય લીધો છે. એમનામાંથી ઘણી બધી કંપનીઓનું મેનેઝમેન્ટ કંટ્રોલ પણ સરકારે છોડવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે આ તમામ કંપનીઓ હાલમાં ફાયદો કરી રહી છે. કેન્દ્રિય કેબિનેટ બૈઠક પછી અર્થ મંત્રી નિર્મલા સીતારમને પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે સરકારે BPCL માંથી 53.29 ટકાની ભાગીદારી પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેમજ નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનનો પૂર્ણ વેચી નાખશે. તેની સાથે જ સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને THDCIL માંથી પણ પોતાની ભાગીદારીનો ભાગ વેચશે.
ભાગીદારી વેચવા પાછળ શું છે સરકારની મજબૂરી
સરકારના વર્ષ 2018-19 માં 1.05 લાખ કરોડ રૂપિયાના રોકાણનો ધ્યેય રાખ્યો હતો. પણ આ વર્ષે સરકારનું ટેક્સ કલેક્શનનું ધ્યેય 24.6 લાખ કરોડ રૂપિયા રાખ્યો હતો. પરંતુ ટેક્સ કલેક્શન ધારેલા ધ્યેય કરતા 2 લાખ કરોડ રૂપિયા ઓછા આવવાની શક્યતા છે. તેમજ કોર્પોરેટ ટેક્સમાં ઘટ કરતા સરકાર પર આશરે 1.45 લાખ કરોડ રૂપિયાનું બોજ પડશે. સરકારે પૈસા ભેગા કરવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટની મદદ લીધી કેમ કે આ પૈસા વ્યાજમુક્ત હોય છે. કેમ કે જ્યારે વ્યાજ પર રકમ લેવામાં આવે છે ત્યારે વ્યાજના સ્વરૂપે અનેક પૈસા ચુકાવવા પડે છે.
આ પણ વાંચો : મોદી સરકારે આ સરકારી કંપની વેચવાની આપી મંજૂરી
1.વધુ નફાકારક BPCL થી સરકારને મળશે મોટી રકમ
BPCL માં પોતાનો ભાગ વેચવાથી સરકારને આશરે 60,000 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી શકે છે. અર્થમંત્રી એ કહ્યું કે BPCL નો ડિસઇન્વેસ્ટમેન્ટ માર્ચ 2020 સુધી પૂરો કરી લેવામાં આવશે. BPCL માં સરકારની ભાગીદારી 53.29 ટકાની છે. આ વર્ષે આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. તે કારણે BPCL વેચવાથી સરકારને 60 ટકા ભાગ મળશે.
2. SCI ને પણ વેચશે સરકાર
SCI આ એકમાત્ર LNG ટ્રાન્સપોર્ટેશન કરવાવાળી કંપની છે જે દેશના પાવર પ્લાંટ, કેમિકલ/પેટ્રોકેમિકલ ઇન્ડ્રસ્ટ્રીના માટે મહત્વપૂર્ણ ઇંધણ છે. 31 માર્ચ 2019 ના વિત્ત વર્ષમાં કંપનીને કુલ 4,144.09 કરોડ રૂપિયા કંપનીની આવક અને 121.99 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આનામાં સરકારની ભાગીદારી 63.75 ટકા છે. જેને સરકાર પૂર્ણ રીતે વેચી નાખશે.
3.પૂર્વોત્તર ભારતને અજવાળું આપતી NEEPCO
નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પૂર્વ ભારતની પ્રમુખ સરકારી વીજ કંપની છે. જેની સ્થાપના વર્ષ 1976 માં થઇ હતી. આ કંપની દ્વારા 7 હાઈડ્રો, 3 થર્મલ અને 1 સોલાર પાવર સ્ટેશનનું સંચાલન કરવામાં આવે છે. વર્ષ 2018-19માં કંપનીને કુલ 2007.04 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી અને 451.58 કરોડ રૂપિયા ટેક્સના પહેલાનો નફો હતો. આનામાં સરકારી સંપૂર્ણ 100 ટકાની ભાગીદારી છે અને આ સંપૂર્ણ ભાગીદારી સરકાર વેચશે.
4. CONCOR પણ વેચશે સરકાર
રેલવેની સફાઈ માટેની કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના વર્ષ 1988 માં થઇ હતી. આ કંપનીની વર્ષ 2018-19 માં કુલ કમાણી 7216 કરોડ રૂપિયા અને નફો 1215 કરોડ રૂપિયાનો હતો. આ કંપનીમાં સરકારની ભાગીદારી 54.8 ટકા છે જેમાંથી સરકાર 30.8 ટકા ભાગીદારી વેચશે.
5. ટિહરીમાં વીજ નિર્માણ કરનારી THDCIL
આ કંપની આશરે 2400 મેગાવોટ પાવર કોમ્પ્લેક્સ અને અન્ય હાઈડ્રો પ્રોજેક્ટનો વિકાસ સંચાલન કરે છે.THDCIL કંપનીની વર્ષ 2018-19 માં કુલ કમાણી 2,223.19 કરોડ રૂપિયા અને નેફોપ 771.16 કરોડ રૂપિયા નફો થયો છે. આનામાં સરકારની સંપૂર્ણ ભાગીદારી છે અને સંપૂર્ણ ભાગીદારી વેચશે.
