સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને પોરબંદર બેઠક પરથી પૂર્વ સાંસદ રહી ચૂકેલા વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમણે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
ભાજપના પૂર્વ સાંસદ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કેન્સર સામે લાંબા સમયથી લડી રહેલા રાદડિયાએ અમેરિકામાં તેની સારવાર પણ લીધી હતી. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે.

તેમની સ્મશાન યાત્રા આવતીકાલે 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને (જામકંડોરણા) થી નીકળશે.વિઠ્ઠલ રાદડિયાના નિધન અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું

વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પોતાના ફેસબુક પેજ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરતા લખ્યું હતું.
વિઠ્ઠલ રાદડિયા છ વખત ધારાસભ્ય તેમજ એક વખત સાંસદ રહી ચુક્યા છે. 1994માં તેમણે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડી હતી. છેલ્લે 2014થી 2019 સુધી તેઓ ભાજપની બેઠક પરથી પોરબંદરના સાંસદ હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.