લોકસભાની ચૂંટણી સમયથી કોંગ્રેસ છોડી રહ્યા હોવાની વાત કરી રહેલાં અલ્પેશ ઠાકોર આખરે આજે ધવલસિંહ ઝાલાની સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં ભાજપમાં જોડાયા છે.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે. ભાજપમાં જોડાવાની સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે.
હાલમાં જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે પોતાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. જેથી કોંગ્રેસ સાથે તેમનો વિરોધ વધી ગયો હતો.
જો કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવવાના કારણે મોટું પદ હાલ મળે તેમ નથી. હાલમાં ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે.
જ્યારે કોંગ્રેસમાં જોડાયા ઓક્ટોબર 2017માં ત્યારે તેને કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. જ્યારે ભાજપમાં તેને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો છે. એટલું જ નહીં હાલના કાર્યક્રમમાં રૂપાણી સરકારના કોઇ મંત્રી હાજર પણ રહ્યા નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.