છેલ્લા થોડાં દિવસોથી મીડિયામાં ધોનીના સન્યાસની ખબર ચર્ચામાં છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એક વાતચીત દરમિયાન ધોની પર દાવો કર્યો કે ધોનીએ વર્ષ 2012માં જ નિર્ણય લઇ લીધો હતો કે તે મને,સેહવાગ,અને સચિનને વર્ષ 2015માં થનાર વર્લ્ડ કપ નહિ રમવા દેશે. આના સિવાય તેણે ઓસ્ટ્રેલિયા દૌર પર ચોખે ચોખ્ખું કઈ દીધેલું કે પ્લેયિંગ 11 માં સચિન,સેહવાગ,અને ગંભીરને એક સાથે રમવાની તક નહીં આપે.
ગંભીરનો ધોની પર દાવો
ગૌતમ ગંભીરે દાવો કર્યો કે ધોનીએ વર્ષ 2012માં જ કહી દીધેલું કે સચિન,સેહવાગ અને ગંભીરને પ્લેયિંગ 11 માં સાથે નહિ રમાડવામાં આવે કારણકે તેમની ફિલ્ડિંગ સારી નથી. ગંભીરે કહ્યું કે ધોનીનું આવું વાક્ય મારા માટે એક મોટો ઝટકો હતો. આ કોઈ પણ ક્રિકેટર માટે ઝાટકો જ હોય.
વધુમાં ઉમેર્યુ કે,મેં ક્યારેય નહીં સાંભળ્યું કે કોઈ તમને વર્ષ 2012માં જ જણાવી દે કે તમે 2015નો વર્લ્ડ કપ નહીં રમી શકો. મને હંમેશા એવું લાગે જો તમે રન બનાવી શકો તો ઉંમર બસ એક આંકડો છે.
ધોનીથી આગળ જોવાનો સમય
ગંભીરે એમ પણ કહ્યું કે હવે ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે. જયારે ધોની કેપ્તાન હતો ત્યારે એ પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતો હતો. ધોનીએ પોતાની કપ્તાનીમા પણ ભવિષ્યના ખેલાડીયો પર દાવ લગાવેલો અને તેણે ઇમોશનલ નહીં પરંતુ પ્રેકટીકલ નિર્ણય લીધેલો.
ધોની પર વાત કરતાં ગંભીરે કહ્યું કે હવે રિષભ પંત,સંજુ સેમ્સન,અને ઈશાન કિશન જેવા વિકેટકીપર પર ધ્યાન આપવાનો સમય છે. તેને એક થી દોઢ વર્ષનો સમય મળવો જોઈએ અને જો તે સારું પ્રદર્શન ન કરે તો બીજા ખિલાડીયોને તક આપવી જોઈએ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.