નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરતા જણાવ્યું કે ભારત આવનારા વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે. જેના પર હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હાલમાં કહ્યું કે, ગત્ત સરકારોએ મુકેલા મજબૂત પાયાના કારણે ભારત વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનશે.
મુખર્જીએ જણાવ્યું કે, આઝાદી પછી ભારતીય લોકોના પ્રયત્નોના કારણે જ ભારત ઘણા આર્થિક અને સામાજીક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ વાતને ફગાવી દીધી કે, મોદી સરકારે ફક્ત પંચવાર્ષિક યોજનાઓને બંધ કરી દીધી, પરંતુ યોજના આયોગને પણ બંધ કરી દીધી.
એમને કહ્યું કે, વિત્ત મંત્રી કહી શકે છે કે, ભારત 2024 માં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે. કેમ કે તેના માટેના મજબૂત પાયા પહેલાથી જ નાખી દીધા છે. બ્રિટિશોએ નહીં પણ સ્વતંત્રતા પછી ભારતીયોના પ્રયત્નોદ્વારા આવું સંભવ થયું છે.
સમૃદ્ધિ ભારત ફાઉન્ડેશનદ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાષણ આપતાં મુખર્જીએ કહ્યું કે,પંચવર્ષીય યોજનાઓથી બીજા લોકોના વચ્ચે અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષાના માટે દૃષ્ટિકોણનું નિર્માણ કર્યું છે. આ યોજનાઓના આધારે નિવેશ કરવામાં આવે છે. મંગળયાનને સંભવ બનાવવામાં આવ્યું. એ જાદુથી નહીં પણ નિરંતર પ્રયત્નોથી ભૂમિ સ્તરપર કામ કરવામાં આવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.