કોંગ્રેસ ચીન વિવાદ પર પીએમ મોદીને ઘેરવાના શક્ય બધા પ્રયાસો કરી રહ્યાં છે. દરરોજ સરકાર પર નવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધી સહીત કોંગ્રેસ નેતાઓની પુરી ફોજ મોદી સરકાર પાસે જવાબ માંગી રહી છે. હવે આ લિસ્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહેનું પણ જોડાય ગયું છે. મનમોહન સિંઘે પોતાનું લેખિત નિવેદન જારી કર્યું છે જેમાં પીએમ મોદીને સુજાવ આપ્યા છે સાથે ચેતવણી અને એક્શનની એપિલ પણ કરી છે.
મનમોહન સિંહે પોતાના નિવેદનમાં કહ્યું, ; આજે આપડે ઇતિહાસના એક મુશ્કેલ સમયમાં ઉભા છે. આપડી સરકારના નિર્ણય અને સરકાર દ્વારા લેવાયેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢી આપણું અવલોકન કેવી રીતે. એમના ખભા પર કર્તવ્યનું ગઠન જવાબદારી છે. આપડા પ્રજાતંત્રમાં આ દાયિત્વ દેશના પ્રધાનમંત્રીનું છે. પ્રધાનમંત્રીએ પોતાના શબ્દો અને એલનો દ્વારા દેશની સુરક્ષા અથવા સામાજિક કે ભૂભાગીય હિતો પર પાડવાની અસર પ્રતિ હંમેશા ઘણું સાવધાન રહેવું જોઈએ’
મનમોહન સિંહની ચેતવણી
મનમોહન સિંહે ચેતવણી આપતા કહ્યું, ‘પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનથી ષડયંત્રકારી વર્તનને બળ ન આપવું જોઈએ તથા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સરકારના બધા અંગો આ ખતરાનો સામનો કરવા અને આ સ્થિતિ તરફ વધુ ગંભીર થઇ રોકવા માટે પરસ્પર સહમતીથી કામ કરવું. આ સમય છે જયારે સમગ્ર રાષ્ટ્રે એકસાથે મળી તથા સંગઠિત થઇ તેમને જવાબ આપવાનો છે.’ મનમોહન સિંહે આગળ કહ્યું, કે ભ્રામક પ્રચાર કોઈ પણ કૂટનીતિ અથવા મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન હોઈ શકે.
સરકાર દ્વારા કડક પગલાં લેવાની માંગ
મનમોહન સિંહે કહ્યું કે, સરકારે કડક પગલા લેવા જોઈએ, જેથી આપણી સીમાની સુરક્ષામાં શહીદ થયેલા જવાનોને ન્યાય મળી શકે. સરકાર કોઈ પણ પ્રકારની ચૂક કરશે તો તે દેશની જનતા સાથે વિશ્વાસઘાત હશે.
આ પણ વાંચો : ગુજરાતનો સૌથી મોટો ઓનલાઇન ફ્રી કેરિયર સેમિનાર, તમે પણ તમારા બાળકો સાથે આ રીતે જોડાવો
