મુંબઈમાં એક ઝવેરી પાસેથી નેચરલ સોલીટેર ડાયમંડ સટફિકેટ સાથે ખરીદનારને છેતરપિંડી થઈ હોવાનું સુરતમાં લેબમાં ચકાસણીમાં બહાર આવ્યું છે. સર્ટીફીકેટ નેચરલ હીરાનું હતું, હકીકતમાં હીરો એચપીએચટી ટ્રીટેડ હતો.

સટફાઇડ હીરાના પ્રમાણપત્રોને બદલવાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ છે. નેચરલ હીરા ખરીદવા માંગતા ગ્રાહકોની સાથે હવે ખૂબ જ સરળતાથી છેતરપિંડી થઈ શકે છે. તેનું આ એક ઉદાહરણ છે. હીરાના વેપારીઓ અને અંતિમ વપરાશકારો માટે મોટી ચિંતાનો વિષય છે, એમ ગૌરવ શેઠીએ કહ્યું હતું. હીરાના વેપારીએ મુંબઈના ઝવેરી પાસેથી સર્ટીફાઇડ સોલીટેર ડાયમંડ (કેરેટ .93, કલર-ઈ, કલેરિટી-આઇએફ) ખરીદ્યો. જ્વેલરે તેને ઈ-સર્ટીફિકેટની વર્ષ 2016 ની ડિજિટલ કોપી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે પીસ રિસેલ માટે આવ્યો હતો. પ્રમાણપત્રની હાર્ડ કોપી બાદમાં પૂરી પાડવામાં આવશે.
CVD ચેકિંગ સેન્ટરમાં હીરાની તપાસ કરાવી, ત્યારે નેચરલ ડાયમંડ હોવાનું જણાવવામાં આવ્યું હતું.પણ આ હીરાની સુરત લેબમાં ચકાસણી કરાવતાં હીરો એચપીએચટી (હાઇ-પ્રેશર, હાઇ-ટેમ્પરેચર) કલર ટ્રીટેડ નીકળ્યો. સીવીડી ચેકિંગ કેન્દ્રો પાસે ટેક્નોલોજી નહિ હોવાને કારણે છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. કુદરતી હીરાના પ્રમાણપત્રોને નેચરલ એચપીએચટી ટ્રીટેડ હીરા સાથે બદલવાનું કેટલાકોએ શરૂ કર્યું છે.