સ્કૂલોની ફી અંગેની માહિતી ડીઇઓ-ડીપીઓ કચેરી દ્વારા ઓનલાઇન પોર્ટલ પર ફાઇલ કરવાની હોય છે. પરંતુ વારંવાર સૂચના આપવામાં આવતી હોવા છતાં કચેરી દ્વારા માહિતી મુકવામાં ન આવી હતી જેને લઇ FRC દ્વારા એક પરિપત્ર બહાર પાડી દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને તેઓ તાબામાં આવતી દરેક સ્કૂલોના એફઆરસીના ઓર્ડર અને ફીની માહિતી સ્કૂલના ડાયસ કોડ સાથે ઓનલાઇન મુકવા માટે સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહી સીએમ ડેશબોર્ડથી મોનિટરિંગ થતી હોય છે માટે 5 દિવસમાં તમામ માહિતી આપવાની સૂચના આપવામાં આવી છે.

ઝોન FRC દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જાણવામાં આવ્યું હતું કે વારંવાર જણાવ્યું હોવા છતાં પણ જિલ્લા કચેરીઓ સ્કૂલોની ફી અંગે ઓનલાઇન માહિતી મુકવા માટે તૈયારી કરતા નથી. આથી હવે ડીઇઓ-ડીપીઓએ અંગત રીતે મોનિટરીંગ કરીને 5 દિવસમાં તમામ સ્કૂલોની માહિતી ડાયસ કોડ સાથે ઓનલાઇન મુકી દેવામાં આવે.
FRC ની વેબસાઇટ પર માત્ર સ્કૂલોની ફીનું લિસ્ટ મુકવામાં આવ્યું છે. પરંતુ જો કોઇ વાલી કે શાળા સંચાલકે ખાસ એક સ્કૂલની જ માહિતી જોઇતી હોય તો મળતી નથી. મળતી માહિતી મુજબ હાલ ફીના પાર્ટલ પર કામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં સ્કૂલોના નામ સાથે સર્ચ કરીને ફીની માહિતી મળી શકશે.
