રાજ્યમાં કોરોનાનો કહેર સતત વહી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1 હજાર પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસની આ પરિસ્થિતિ ને લઇ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 31 કોવિડ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર થશે.
ડેજીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં અપાશે વિનામૂલ્યે સારવાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ લોકોને કોવિડ-19ની સારવારનો લાભ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે માટે આ નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું, કે કોરોના ડેજીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય પછી પણ પાંચ દિવસ સુધી ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે. આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો સરકાર જાહેરાત મુજબ રપ લાખની સહાય આપશે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના વાયરસના ક્રિટિકલ દર્દીઓ પર કરશે નવો પ્રયોગ, સફળ રહ્યો તો સમગ્ર વિશ્વને થશે ફાયદો
હોટસ્પોટ વિસ્તારોને કોઈ છૂટ નહિ મળે

રાજ્યમાં આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી કચેરીઓ તેમજ સરકારી કચેરીઓ સરકારની ગાઇડલાઇન 20 એપ્રિલ પછી ખુલશે. કોરોના સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસીટી વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. તબક્કાવાર સરકારી કચેરીઓ ખુલશે. રાજ્યમાં સરકારની ગાઇડડલાઇન મુજબ 60 માર્કેટિંગ યાર્ડ પણ કાર્યરત થયા છે જો કે આ તમામ છૂટમાં હોટસ્પોટ વિસ્તારોને છૂટ નહીં મળે.
આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે આ રાજ્ય બની શકે છે દેશનું પહેલું ગ્રીન ઝોન
