રિતિક રોશન અને ટાઇગર શ્રોફની વોરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મમાં ટાઇગર અને રિતિક એક-બીજાને જબરદસ્ત ટક્કર આપતા જોવા મળે છે. એકશનના મામલામાં આ બંને એક્ટર્સને બોલિવૂડમાં કોઈ મેચ કરી શકે તેમ નથી એટલા માટે આ બંને એક્ટર્સના ફેન્સને આ ફિલ્મથી ખૂબ જ આશા હતી. પરંતુ ટાઇગર શ્રોફના એકશન અને ફિટનેસને મેચ કરવું રિતિક માટે એટલું આસાન ન હતું. આ મુશ્કેલ એટલા માટે વધી ગઈ કારણકે રિતિકે તેની ફિલ્મ સુપર 30 માટે ખુબ જ વજન વધાર્યું હતું.

રિતીકને આપણે ધૂમ-2 અને બેંગ બેંગ જેવી ફિલ્મોમાં સુપરફિટ બોડી સાથે જોયો છે. પરંતુ ‘સુપર 30’ માં પોતાના કિરદારને લઈને તેને પોતાના શરીરમાં ઘણા બદલાવ કરવા પડ્યા હતા. આવામાં ‘સુપર 30’ ના આનંદથી ‘વોર’ ના કબીર બનવા માટે ખુબ જ મેહનત કરવી પડી.
રિતિકે તેનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે તેના જાડા શરીરથી સુપરફિટ બોડી સુધીનો સફર બતાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રિતિક એ પણ કહે છે કે તેનો એક પગ જન્મથી જ નાનો છે એટલે તેમને સ્લીપ ડિસ્ક જેવી તકલીફ થતી રહે છે. આટલી તકલીફ હોવા છતાં રિતિકે હાર ન માની અને કબીરના કિરદારને ન્યાય આપ્યો.
રિતિક રોશનના આ વીડિયોએ તેના ફેન્સને તો પાગલ કરી જ દીધા, સાથે બોલિવૂડના નવા સિતારા પણ તેમનાથી ઇન્સ્પાયર થવાથી ખુદને ન રોકી શક્યા. ટાઇગર શ્રોફ, વરુણ ધવન, કેટરીના કૈફ જેવા કેટલા સિતારાઓએ આ વીડિયોમાં દેખાતી રીતિકની મહેનતની પ્રશંસા કરી છે.
