હાલ રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે જયારે આગામી 24 કલાકમાં વધુ ઠંડી પાડવાનો સંભાવના નહિવત છે. ત્યારે 48 કલાકમાં ફરી ઠંડીનો પ્રારંભ થશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઠંડીના તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. નલિયામાં સૌથી વધુ 5.4 ડિગ્રી નોંધાઈ હતી. ત્યારે 24 કલાકમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી પરંતુ 48 કલાકમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડી ફરી શરૂ થશે.

આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે. જેમાં શુક્રવારે ઠંડી 11 ડિગ્રીથી ઘટે તેની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 3 ફેબુ્રઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. ગાંધીનગર, ડીસા, જુનાગઢ, રાજકોટ અને અમરેલીમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે નોંધાયો છે. જયારે માઉન્ટ આબુમાં સરેરાશ લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ માઉન્ટ આબુમાં 7 થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. ગુજરાતમાં ફેબુ્રઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું પ્રભુત્વ તબક્કાવાર ઘટવા લાગશે.
