મહાત્મા ગાંધી હંમેશા એક સફેદ રંગની ટોપી પહેરતા હતા. જે અનેક વર્ષોથી એક જ પરિવાર બનાવે છે. અનેક વર્ષોથી ગાંધીજીની ટોપી બનાવનાર પ્રજાપતિ પરિવાર અમદાવાદના ગાંધી આશ્રમ સામે કલમખુશ તરફના માર્ગ પર રહે છે. ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી હતી. ત્યારથી અમદાવાદના આ કારીગરોની પેઢીઓએ ખાડીમાંથી ગાંધી ટોપી બનાવવાની શરૂઆત કરી હતી.
મોરારજી દેસાઈ માટે 10 મિનિટમાં બનાવી ગાંધી ટોપી
અમદાવાદના 40 વર્ષથી ગાંડી ટોપી બનાવનાર હરગોવન પ્રજાપતિની પેઢી વર્ષોથી ગાંધી ટોપી બનાવી રહી છે. હાલમાં ગાંધી ટોપી બનાવનાર તેમની 3જી પેઢી છે. જે પરંપરાગત ટોપીનું વેચાણ કરી રહી છે. હરગોવનભાઈએ કહ્યું હતું કે જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીવ ગાંધીને ગાંધી ટોપી પહેરાવી હતી. તે સમયે તેમના પાસેનો ગાંધી ટોપીનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. ત્યારે આ કારીગરે 10 મિનિટમાં ગાંધી ટોપી બનાવીને પ્રસંગને સાચવી લીધો હતો.
વર્ષે 10 હજારથી વધુ ગાંધી ટોપીનું વેચાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં અમદાવાદ આવ્યા હતા. ત્યારે અનેક વિદેશથી આવેલા મહેમાનો ગાંધી ટોપીને અમદાવાદ અને ગાંધીજીની યાદ સ્વરૂપે ખરીદી હતી. 2014 માં ગાંધી ટોપી અને ગાંધી કુર્તાનું 1 જ દિવસમાં 2,000 જેટલું વેચાણ થયું હતું. જેના પછી હવે ઉત્તરોત્તર ખાદીનું વસ્તુઓનું પણ વેચાણ શરૂ થયો છે. અત્યારે અમદાવાદમાં રેલી હોય કે પછી કોઈ મોટું ફંકશન હોય ત્યારે સૌથી વધુ ગાંધી ટોપીનું વેચાણ થાય છે. વર્ષે 10 હજારથી વધુ ગાંધી ટોપીનું વેચાણ થાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.