ગુજરાતમાં કોંગ્રેસને નબળું પાડવાનું કામ કરનાર અને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં ફરી જીત મેળવી હતી. જેમણે આજે શપથ લીધા હતા. ચાર ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડા તેમાં ચર્ચામાં રહ્યા. તેમણે ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ઓથ લીધી હતી.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ચેમ્બરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જવાહર ચાવડા સિવાય રાઘવજી પટેલ, આશા પટેલ, પરષોત્તમ સાબરિયાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ બાદ નેતાઓએ એક બીજાને મોં મીઠુ કરાવી અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો : તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટનાના 4 દિવસ થયા પણ DGVCL એમડી કશે ફરક્યા પણ નહીં
મહત્વનું છે કે જવાહર ચાવડા સારું અંગ્રેજી જાણે છે તે તો લોકોને આજે ખબર પડી ગઈ છે. આમ છતાં ભાજપમાં જોડાયા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તોછડાઈ ભાષાનો ઉપયોગ કરતા દેખાયા હતા. જેના કારણે તેમની ઘણી ટીકા પણ થઈ હતી. જોકે તેના માટે તેમને માફી પણ માંગી હતી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.