ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા ગૃહ મધ્યરાત્રી પછી પણ ચાલુ રહ્યું હતું. આ ઐતિહાસિક સમયના સાક્ષી વિધાનસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગ્રહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના અનેક નેતાઓ છે.
26 જુલાઈએ સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું વિધાનસભા ગૃહ રાત્રે મોડી રાત સુધી તેમજ અચોક્કસ સમયમર્યાદા સુધી ચાલે તેવું જણાતા રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ ધારાસભ્યો માટે વિધાનસભા પરિસરમાં જ કરવામાં આવી હતી. રાજ્યના ઇતિહાસમાં આ અગાઉ વર્ષ 1991 માં રાતે 11:32 વાગ્યા સુધી ગૃહ ચાલ્યું હતું.
શુક્રવારે હાથ ધરાયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યાં ગૃહમાં આ સત્રના નવ બિલ રજૂ કરવામાં આવ્યા. 14મી ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે એટલે કે 26 જુલાઈએ સવારે 10 વાગ્યે આરંભાયેલું ગૃહ સવારે 3:40 મિનિટ સુધી ચાલુ હતું.
નિયમિત સમય પ્રમાણે સવારે 10 કલાકે શરૂ થયેલી બેઠકો સામાન્ય રીતે 2:30 કલાકે પૂર્ણ થઇ જાય છે, પરંતુ શુક્રવારે શરૂ થયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, શહેરી વિકાસ, ગણોત ધારાબિલ, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલુ રહેતાં છેવટે ગ્રહ રાત્રે 3:40 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.