‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ મુંબઈ માફિયાની ક્વીન તરીકે ઓળખાવાવળી ગંગૂબાઈ પર આધારિત છે, જેમને તેમના જ પતિએ કોઠા પર વહેંચી દીધી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ, જીમ સાર્ભ, શાંતનુ મહેશ્વરી જેવા સ્ટાર્સ છે. હાલમા રિલિઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સંજય લીલા ભંસાલીનાં નિર્દેશનનાં બનેલ આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 108 કરોડનો આંકડો પાર કર્યો છે. દેશ તથા દુનિયાભરમાં આલિયા ભટ્ટની આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. બોક્સ ઓફીસ પર પહેલા દિવસથી જ આ ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે તથા નવી ફિલ્મોના રિલીઝ બાદ પણ આ ફિલ્મ ઝૂકવા માટે તૈયાર નથી. આવનાર દિવસોમાં આલિયા ભટ્ટની આ ફિલ્મ સામે ઘણી તકલીફો આવશે.

ગયા દિવસોથી જ બોક્સ ઓફીસ પર બે ફિલ્મો રિલીઝ થઇ છે તથા તેમ છતાંય આલિયા ભટ્ટની ફિલ્મે આઠમા દિવસે 4.50 કરોડનમી કમાણી કરી છે. સિનેમાઘરોમાં ધ બેટમેન તથા અમિતાભ બચ્ચનની ઝુંડે પણ કદમ મુક્યા છે પરંતુ આલિયાની ફિલ્મનો જાદુ હજુ પણ ઓછો થયો નથી. આવનાર અઠવાડિયાઓમાં પ્રભાસની રાધે શ્યામ પણ રિલીઝ થવા જઈ રહી છે. તેના આગળનાં અઠવાડિયે જ અક્ષય કુમારની મચ અવેઈટેડ ફિલ્મ બચ્ચન પાંડે પણ રિલીઝ માટે તૈયાર છે. આવામાં આવવાવાળા દિવસોમાં આલિયા ભટ્ટની ફિલ્મ માટે મુશ્કેલીઓનું આવવું નક્કી છે.
એકથી એક છે ડાયલોગ્સ સોલિડ
ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગૂબાઈ કાઠિયાવાડીના પાત્રને જીવંત કર્યું છે. આમ તો ફિલ્મમાં ગંગૂબાઈના એકથી વધીને એક ડાયલોગ છે, પરંતુ એક ડાયલોગ જેમાં તેમણે પોતાના જીવનની વાર્તા કહી – ‘હમ દિલમેં આગ ચહેરે પર ગુલાબ રખતે હૈ, મિટાકે તુમ્હારે મર્દોકી ભૂખ હમ તુમ્હારા રૂબાબ રખતે હૈ…’ ફિલ્મની સ્ટોરી જે પ્રકારે વણવામાં આવી છે, ખરેખર એ વખાણવા લાયક છે. હવે જોવાનું એ છે કે ગંગૂબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફીસ પર કેટલું કલેક્શન કરી શકે છે.