2011 ક્રિકેટ વર્લ્ડ કપ તો આખી દુનિયાને યાદ છે. ગૌતમ ગંભીરના ફેન્સ ને તો ખાસ યાદ હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે. ગૌતમ ગંભીરે કહ્યું કે તેઓ માત્ર 3 રન થી ચુકી ગયા હતા.
ગૌતમ ગંભીર હંમેશાથી જ મનની વાત ખુલ્લીને કહેનારા ખેલાડી તરીકે ઓળખાય છે. ગંભીરે પોતાના નિવેદનથી નવા વિવાદને ઉભો કરી દીધો છે. એક ઇન્ટરવ્યૂમાં ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીને લઇ એક મોટું નિવેદન આપ્યું છે

શું હતો સવાલ ?
ગૌતમ ગંભીરને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ‘વર્લ્ડ કેપ ફાઇનલમાં જયારે તમે 97 રન પર રમી રહ્યા હતા ત્યારે શું થયું હતું ?’ એના જવાબમાં ગંભીરે કહ્યું
“જયારે હું 97 રન પર રમી રહ્યો હતો ત્યાં સુધી હું પોતાના સ્કોર માટે ન વિચારી રહ્યો હતો. મારા મગજમાં માત્ર શ્રીલંકા નો ટારગેટ હતો. જયારે ઓવર ખતમ થઇ ત્યારે હું અને એમ એસ ક્રિઝ પર હતા. એમણે મને કહ્યું કે 3 રન રહી ગયા, બનાવી લેવો 100 રન થઇ જશે. અને જયારે આપણું મગજ પોતાના નિજી સ્કોર તરફ આવી જાય છે, ત્યાર પછી રશ ઓફ બ્લડ થઇ જાય છે. એ પહેલા મારુ મગજ માત્ર ટારગેટ પર હતું કે શ્રીલંકાનો સ્કોર ચેઝ કરવાનો છે… હું સરળતાથી 100 બનાવી સકતે. ત્યાર પછી મારુ મગજ ફ્યુચરમાં ગયુ, ત્યારે હું 97 પર હતો. હવે તમે ભવિષ્યમાં જાઓ તો ‘રશ ઓફ બ્લડ’ આવે છે
જણાવી દઈએ કે આ મેચમાં ગંભીર જયારે 97 પર હતા ત્યારે થિસારા પરેરાની એક બોલ પર ક્લિક બોલ્ટ થઇ ગયા હતા.

સૌથી વધુ રન બનાવીને પણ ન મળ્યો હતો ‘મેન ઓફ ધ મેચ’
2011 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત તરફથી ગૌતમ ગંભીરે સૌથી વધુ 97 રન કર્યા હતા, પરંતુ ‘મેન ઓફ ધ મેચ’ ,હેન્ડર સિંહ ધોની બન્યા હતા. એવું જ ગૌતમ ગંભીર સાથે 2007 ની ટી 20 વર્લ્ડ કપ થયું હતું, જયારે ગંભીરે 75 રન બનાવ્યા હતા, પરંતુ મેન ઓફ ધ મેચ ઈરફાન પઠાણ બન્યા હતા.
આ પહેલા પણ ગૌતમ ગંભીર મહેન્દ્ર સિંહ ધોનીની રોટેશન પોલીસે ને લઇ ઘણી આલોચના કરતા રહે છે.
