હાલ દેશના સેનાધ્યક્ષ બિપિન રાવત પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. 31મી ડિસેમ્બરના રોજ સેનાધ્યક્ષ પદ પરથી રિટાયર થઇ રહ્યા છે. જે પછી તેઓ CDS ચીફનો હદ્દો સંભાળશે. ખાસ વાત એ છેકે, સીડીએસનું પદ ‘ફોર સ્ટાર’ જનરલની સમકક્ષ હશે અને તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.
જો કે ભારત આ પદ લાગુ કરનાર પહેલો દેશ નથી. નાટો (North Atlantic Treaty Organization)સાથે સંકળાયેલા ઘણાં દેશો આ વ્યવસ્થા હેઠળ પોતાની સેનાને સર્વોચ્ય પદ પર CDS ની નિમણુંક કરતાં રહે છે. હાલમાં યુકે, ફ્રાંસ, ઇટલી શ્રીલંકા જેવા 10 દેશો પાસે આ વ્યવસ્થા રહેલી છે. આ વ્યવસ્થાના પરિણામે સૈન્ય ઓપરેશનની સ્થિતિમાં ઝડપથી કામ કરી શકે છે.
20 વર્ષ અગાઉ 1999મા કારગિલ સુરક્ષા સમિતિએ આ સંબંધમાં ભલામણ કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકનો હેતુ ભારતની સામે આવનારા સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ વધારવાનું છે. જેના પર હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટના રોજ ઐતિહાસિક સૈન્ય સુધારણાની જાહેરાત કરતાં ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે જેને સીડીએસ કહેવાશે તેમ કહ્યું હતું. આખરે સીડીએસની નિમણૂકની પદ્ધતિ અને તેની જવાબદારીઓને અંતિમ રૂપ આપવા માટે કામ કર્યું.
આ પણ વાંચો : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શું છે, કેમ સરકારે તેના માટે બદલ્યો નિયમ ?
ચીફ ઑફ સ્ટાફ કમિટીનાં સ્થાયી અધ્યક્ષ તરીકે આ કામગીરીઓ કરશે
- તેઓ સેનાની ત્રણે પાંખની સેવાઓ કરવા વહીવટી કાર્યો પર નજર રાખશે. ત્રણ સેવાઓ સાથે સંબંધિત એજન્સીઓ, સંસ્થાઓ અને સાયબર તથા સ્પેસ સાથે સંબંધિત કાર્યોની કમાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના હાથમાં હશે.
- સીડીએસ સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતા ધરાવતી રક્ષા અધિગ્રહણ પરિષદ અને એનએસએની અધ્યક્ષતા ધરાવતી સંરક્ષણ આયોજન સમિતિના સભ્ય હશે.
- પરમાણુ કમાન સત્તામંડળના સૈન્ય સલાહકાર સ્વરૂપે કામ કરશે.
- પ્રથમ સીડીએસનો હોદ્દો સંભાળ્યા પછી ત્રણ વર્ષની અંદર પરિવહન, માલ પરિવહન, તાલીમ, સહાયક સેવાઓ, સંચાર, સુધારો-વધારો અને જાળવણીમાં સંયુક્તતા સુનિશ્ચિત કરશે.
- માળખાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરશે અને ત્રણએ સેવાઓ વચ્ચે સંયુક્તતા મારફતે એને તર્કસંગત બનાવશે.
- એકીકૃત ક્ષમતા વિકાસ યોજના (આઈસીડીપી) પછી આગળનાં પગલા સ્વરૂપે પંચવર્ષીય સંરક્ષણ મૂડીગત સામાન ખરીદી યોજના (ડીસીએપી) અને બે વર્ષીય સતત વાર્ષિક અધિગ્રહણ યોજનાઓ (એએપી)નો અમલ કરશે.
- અનુમાનિત બજેટને આધારે મૂડીગત સામાનની ખરીદીના પ્રસ્તાવોને આંતર-સેવા પ્રાથમિકતા આપશે.
- બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરીને સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતા વધારવા માટે ત્રણે સેવાઓના કામકાજમાં સુધારાને લાગુ કરશે.
