હાલ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વધુ એક આપત્તિ ગમે ત્યારે દસ્તક આપી શકે છે. કચ્છ()(Katch)માં આજે વહેલી સવારે 6.47 વાગે 3.7ની તીવ્રતાનો ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિદુ ભચાઉ, કચ્છથી 23 કિ.મી દૂર નોંધવામાં આવ્યું છે. ત્યારે ભુસાસ્ત્રીઓ(geologists)ની આગાહી મુજબ આવનારા વર્ષોમાં ગમે ત્યારે ગુજરાતના કચ્છમાં જબરદસ્ત મોટો ભૂકંપનો આંચકો આવી શકે છે.
ગમે ત્યારે આવી શકે છે ભૂકંપ
કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્સ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જે મુજબ જણાવવામાં આવ્યું છે કે ધ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ (કેએમએફ) ધરતીના પેટાળમાં ખુબ જ મોટી ઈસ્ટ-વેસ્ટ ટ્રેડિંગ ફોલ્ટ લાઈન છે. આશરે 1000 વર્ષથી સષુત્પ અવસ્થામાં હતી. જો કે, હવે તેમાં સ્ટ્રેસનું નિર્માણ થયું છે જેથી તે ભૂકંપ લાવી શકે છે. જે જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ એમ 150 કિમી જેટલી લાંબી છે.
કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પરના અભ્યાસ બાદ સામે આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવતા મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નૂકસાન થવાનો અંદાજો છે.
2001 કરતા મોટો ભૂકંપ
અરેબિયન જર્નલ ઓફ જિયો સાયન્સમાં ગત મહિને એક અભ્યાસનો લેખ પ્રકાશિત થયો હતો, અભ્યાસમાં આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાની કોશિશ કરાઇ હતી. જમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપ આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. જે 2001ના ભૂકંપથી પણ મોટા હતાં.
આ પણ વાંચો : આજે ‘નિઓવાઇઝ’ ધૂમકેતુનો નરીઆંખે જોઈ શકાશે, આ સમયે દેખાશે નજારો…
