ડિમાન્ડ વધારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ સિલસિલામાં આજે કેબિનેટ મંત્રીએ નણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન-પ્રોડક્ટિવિટી લિંક બોનસનું એલાન કર્યું છે. સરકારે આ એલાનથી 30 લાખ 67 હજાર નોન-ગેઝેટેડ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાભ મળશે.
આ એલાન પછી સરકારી તિજોરી પર 3737 કરોડ રૂપિયાનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે, બોનસને સિંગલ ઇન્સ્ટોલમેનમાં જારી કરવામાં આવશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિજયાદશમી પહેલા બધા કર્મચારીઓ અને અધિકારીઓને જારી કરી દેવામાં આવશે
The bonus will be given in a single installment, through Direct Benefit Transfer, before Vijayadashami: Union Minister Prakash Javadekar https://t.co/Y5ST8UGjjf
— ANI (@ANI) October 21, 2020
શું થશે ફાયદો ?
આ પહેલા સરકારે LTC કેશ વાઉચર સ્કીમ લઇને આવી હતી. આપણે જાણીએ છે કે લીવ ટ્રાવેલ કમ્પનસેશનનો ફાયદો 4 વર્ષના બ્લોકમાં મળે છે. આ બ્લોક આજ વર્ષે એટલે 2020માં સમાપ્ત થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. એવામાં સરકારે ઘોષણા કરી હતી કે LTC કરતા ત્રણ ઘણો વધારે ફાયદો લઇ શકાય છે. એ ઉપરાંત 10 હજાર રૂપિયાના ફેસ્ટિવલ એડવાન્સની ઘોષણા કરી હતી, જેનો ફાયદો સરકારી કર્મચારીઓ ઉઠાવી શકે છે.