આપણે જાણીએ છીએ કે, છોકરીઓ દરેક નાની નાની વાતો ને પણ વધારે મહત્વ આપતી હોય છે. જો કોઇ છોકરાએ છોકરીને પ્રપોઝ કરવી હોય તો સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે, છોકરીઓને શું સાંભળવુ ખૂબ ગમે છે. છોકરીઓના વખાણ કરો છો તો તેને ખુબ ગમશે. આ એવી 5 વાતો છે જે તમે લગ્ન પછી પણ પત્નીને બોલશો તો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે.

આઇ લવ યૂ – છોકરી હંમેશા આ ત્રણ શબ્દ સાંભળવા બેકરાર હોય છે. પરંતુ, જયારે પણ આ શબ્દ બોલો દિલથી બોલો, માત્ર બોલવા માટે નહિ.
તારા વાળ સુંદર છે – આજયારે તમે બહાર જવાના હોવ ત્યારે તેમના વાળના વખાણ કરવાથી ખુશીનો પાર નથી રહેતો.
તુ ખૂબ સરસ મહેંકે છે – કોઈ પણ પ્રકારની મહેનત વગર તમે તેમના ચહેરા પર હાસ્ય જોવા માંગતા હોવ તો આ વાક્ય બોલો. આ વાક્યથી તેની અંદર તમારી આસપાસ રહેવાનો વિશ્વાસ ઉભો થશે.
મને તારી સાથે રહેવુ ગમે છે – જયારે તમે તેમની સાથે ખુશનુમા સાંજ વિતાવી રહ્યા હોવ ત્યારે આ વાક્ય બોલો. આ વાક્યને સાંભળીને તેને તમારી નજરમાં સ્પેશ્યિલ હોવાનો અનુભવ થશે.
આઇ મિસ યૂ – તમારી ગર્લફ્રેન્ડ/ફિયાન્સી/પત્નીને કામના સમયે કે એકલા હોવ ત્યારે જણાવો કે, તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. આ કહેવા માટે તમે ફોન, મેસેજ કે Mail કરી શકો છો.
આ પણ વાંચો : 58 વર્ષે પણ કમાલની કેમેસ્ટ્રી
