IJEX એ ખાસ કરીને GJEPC સભ્યો માટે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા માટેનું અને વૈશ્વિક વ્યાપાર માટેનું માધ્યમ છે.
દુબઈમાં ભારતીય ઝવેરાતના સ્ત્રોત તરીકે વિશ્વ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન પુરવાર થશે.
વર્ષના ૩૬૫ દિવસ એક્સિબિશન, ભારતની વિવિધ શ્રેણી ની જ્વેલરી ને, ખરીદીના ચારેય સીઝન્સ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવાનું માધ્યમ પુરવાર થશે.

GJEPC કે જે ભારતની રત્ન અને ઝવેરાતના વેપારની સર્વોચ્ચ સંસ્થા છે, એના દ્વારા આજે તેના પ્રકારનું પ્રથમ એવું ધ ઈન્ડિયા જ્વેલરી એક્સપોઝિશન (IJEX) નું દુબઈ ખાતે અનાવરણ કર્યું. IJEX એ ખાસ કરીને GJEPC માટે વૈશ્વિક બિઝનેસ ટચપોઇન્ટ છે GJEPC ના મેમ્બર્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવાનું માધ્યમ પૂરું પાડવા ના આશય થી જીજેઇપીસી દ્વારા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પિયુષ ગોયલ, માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ, ભારત સરકાર, ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે ડૉ.અમન પુરી, ભારતના કોન્સ્યુલ જનરલ, દુબઈ; કર રેડ્ડી, જોઈન્ટ સેક્રેટરી (WANA) DOC; કોલિન શાહ, ચેરમેન, GJEPC; લચલન ગાયડે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇથારા; વિપુલ શાહ, વાઇસ ચેરમેન, GJEPC; સબ્યસાચી રે, ED, જી.જે.ઇ.પી.સી. પણ આ કાર્યક્રમ માં જોડાયા હતા.
IJEX એ વિશ્વ માટે દુબઈમાં ભારતીય જ્વેલરી મેળવવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. IJEXનું પ્લેટફોર્મ GJEPC સભ્યોને, સમગ્ર વર્ષ દરમિયાન, સામાનનું પ્રદર્શન યોજવા અને ઓર્ડર બુક કરવામાં મદદરૂપ નીવડશે. વર્ષના 365 દિવસ એક્સિબિશન, ભારતની વિવિધ શ્રેણી ની જ્વેલરી ને, ખરીદીના ચારેય સીઝન્સ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવાનું માધ્યમ પુરવાર થશે.

આ પ્રસંગે GJEPC અને ઈથરા, દુબઈ સાથે એક કરાર કર્યો છે. ઈથરા, એ દુબઈ ની મિનિસ્ટ્રી ઑફ ઈકોનોમી અંતર્ગત આવતી એક સંસ્થા છે અને એમણે ડીએરા, દુબઈ ખાતે હયાત ગોલ્ડ સૂકના વિસ્તરણ માં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈથરા સ્થિત IJEX તમામ ખાડીના દેશોને ભારત ના જી&જે ના વ્યાપારીઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
GJEPC ને અભિનંદન પાઠવતા પિયુષ ગોએલે જણાવ્યુ કે, “ભારત અને UAE વચ્ચે CEPA કરાર, કે જે ૧લ્લી મે થી અમલ માં આવનાર છે, તેના બાદ આ પ્રથમ મોટું પગલું કહી શકાય. મને ખાતરી છે કે આ IJEX કેન્દ્ર, UAE અને ભારત વચ્ચે વ્યાપાર ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પૂરા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત સરકાર સક્રિયપણે “બ્રાન્ડ ભારત”ને પ્રોત્સાહન આપી રહી છે અને રત્ન અને આભૂષણ એ અમારા મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે.”

ભારતીય રત્ન અને ઝવેરાત ક્ષેત્રમાં વિશ્વાસ વ્યક્ત કરતાં ગોયલે જણાવ્યુ, “ભારત વૈશ્વિક રત્ન અને ઝવેરાત ક્ષેત્રે ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે, તેણે નવા બજારોને ટેપ કરવું જોઈએ, અસરકારક માર્કેટિંગ સંસાધનો વિકસાવવા જોઈએ, આકર્ષક અને વૈશ્વિક માર્કેટ ને ધ્યાન માં રાખીને ડિઝાઇન્સ બનાવી જોઇયે કે જેથી બ્રાન્ડ ઈન્ડિયા ને વેગ મળે. ભારતીય રત્ન અને ઝવેરાત ક્ષેત્ર સરળતાથી 100 અબજનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. આ ઈન્ડસ્ટ્રી માં “કરી ગુજરવાનો” જુસ્સો છે. હું IJEX સફળતા ના શિખરો સાર કરે એવી શુભેચ્છા પાઠવું છું, અને મને ખાતરી છે કે IJEX ભારતના નિપુણ જેવેલર્સ ને UAE અને સમગ્ર વિશ્વના માર્કેટ નો પ્રવેશદ્વારા પુરવાર થશે.”
GJEPC ના ચેરમેન કોલીન શાહે જણાવ્યુ કે, “IJEX એ વિશ્વ માટે દુબઈમાં ભારતીય જ્વેલરી મેળવવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. આ સેંટર વિશ્વને ભારતના કુશળ જ્વેલર્સ વિષે જાણવા અને સમઝવાની એક તક પૂરી પાડશે. IJEX નું સમયસરનું લૌંચિંગ ભારત અને UAE વચ્ચે જ્વેલરીના એક્સપોર્ટ વયવસાય ને 10 બિલ્યન USD ના લક્ષ્યાંક સુધી પહોચડવામાં મદદરૂપ થશે.”