વિશ્વમાં આર્થિક અને મૂડીરોકાણ(Economy and Investment)ની મંદી વચ્ચે પણ નવા રોકાણકારોને આકર્ષવામાં સફળ રહેલા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industry)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)ને તેમના રીટેલ બીઝનેસમાં જાણીતી ઈન્વેસ્ટમેન્ટ ફર્મ કેકેઆર(Investment Firm KKR) તરફથી રૂ.5500 કરોડનો ચેક મળી ગયો છે.
બે સપ્તાહમાં રૂા.13050 કરોડનું રોકાણ
જે બદલે રીલાયન્સ રીટેલમાં તેને 1.28% હિસ્સો મળશે. આ રીતે રીટેલની કુલ વેલ્યુ પણ રૂા.4.21 લાખ કરોડની મુકાઈ છે. અગાઉ ઈકવીટી કંપની સીલ્વર લેક એ રીલાયન્સ રીટેલમાં રૂા.7500 કરોડનું રોકાણ કર્યું હતું. આમ બે સપ્તાહમાં જ રીલાયન્સ રીટેલમાં રૂા.13050 કરોડનું રોકાણ થયુ છે.

આ પણ વાંચો : સરકારે ફેસ માસ્કના ઉપયોગ અને નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી
અગાઉ કેકેઆર એ રીલાયન્સના જીયો પ્લેટફોર્મમાં રૂા.11367 કરોડનું રોકાણ કર્યુ હતું.જયારે KKR અગાઉ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં 11367 ક્રોડનું રોકાણ કર્યુ હતું. રીલાયન્સ તેના રિટેલ બીઝનેસમાં 15% શેરમૂડી વેચીને રૂા.60000 થી 63000 કરોડની રકમ મેળવવા માંગે છે તેવા સંકેત છે.
આ પણ વાંચો : ICMRએ કહ્યું, આ લોકો પર 100% અસર નહિ કરે કોરોના વેક્સિન
