જો તમેને કોઈ વ્યક્તિ ગમતી હોય અને તમે પહેલી વાર તેમની સાથે ડેટ પર જવાનો પ્લાન કરતા હો તો પ્રથમ મુલાકાત વખતે ના કરતા આ ભૂલ. પહેલી ડેટના એક્સાઇટમેન્ટમાં કંઈક તેવું ન કરતા જેના માટે હંમેશા પછતાવું પડે.
પ્રથમ ડેટના કારણે પહેલા તો એ જ સમજાય નહીં કે વાત શું કરવી? સવાલ શું કરવા?, જાણવું આટલું બધું હોય પરંતુ શરૂઆત ક્યાંથી કરવી એ નથી સમજાતું, રાઈટ? અને આટલી બધી કન્ફ્યુઝન પરિસ્થિતિમાં આપણે એવા સવાલ કરી બેસીએ છે જે વાત બનાવવા કરતા બગાડે છે. તો પહેલી ડેટ પર આ વસ્તુઓ ચોક્કસથી પૂછવાનું ટાળજો.

જયારે પણ આપણે પહેલીવાર ડેટ પર જઇએ છે તો પરિસ્થિતિને વધુ નોર્મલ બનાવવા માટે આપણે કેટલીક વાર અજાણી વ્યક્તિઓ અંગે વાતો કરવા લાગીએ છે. તમારા કોઇ મિત્ર કે ગ્રુપના અન્ય કોઇ વ્યક્તિને જેને તમારી ડેટ ન જાણતી હોય તેના વિષે વાત કરવાથી તમારી પાર્ટનર બોર થઇ જશે. તો કોઇ ત્રીજા વ્યક્તિની વાત કરવાના બદલે, તમે એક બીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરો.

પહેલી ડેટ પર આપણી પાસે વાત કરવા માટે કંઈ વધારે હોતું નથી એવામાં સ્થિતીને હળવી કરવા માટે આપણે કોઇની મજાક ઉડાવાનો પ્રયાસ કરીએ છે. પણ વધુ પડતી મજાક ઉડાવાના ચક્કરમાં બનતી વાત બગડી શકે છે. છોકરીઓને મજાકિયા અંદાજ ગમે છે, પણ તમારી સેન્સ ઓફ હ્યુમર ફ્રેન્ડલી હોવી જોઇએ તેનાથી તમારો પાર્ટનર તમારા માટે ખોટી ધારણા ન બનાવી લે તે જરૂરી છે.

દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે. પણ પહેલી મુલાકાતે તમે તમારા વ્યક્તિગત સવાલો લઇને બેસી જશો તો નુક્શાન તમારું જ છે. કારણ કે બધા પહેલી મુલાકાતે રોમાન્ટિક વાતો કરવાનું પસંદ કરતા હોય છે, અને પહેલીવારમાં જ જો તમને દુખની વાતો લઇને બેસી જશો તો વાત આગળ કેવી રીતે વધશે?